શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2023
Written By
Last Modified: બુધવાર, 1 ફેબ્રુઆરી 2023 (12:23 IST)

Budget 2023: PAN ના ઉપયોગને લઈને નાણામંત્રીએ કરી મોટી જાહેરાત, પેન વગર નહી થાય આ કામ

budget
નાણામંત્રી સામાન્ય બજેટ રજુ કરી રહ્યા છે. સામાન્ય બજેટ ભાષણ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે પેન કાર્ડ  (Pan Card) ના ઉપયોગને લઈને મોટી જાહેરાત કરી છે.  નાણામંત્રીએ કહ્યુ કે  PAN ને કોમન બિઝનેસ આઈડેંટિફાયર બનાવશે. એટલે કે પૈનનો ઉપયોગ બધા ટ્રાંજેક્શનમાં કરવામાં આવશે. જો તમે ડિઝિટલ પેમેંટમાં તેનો ઉપયોગ કરવા માંગો છો તો તમારે પૈન નંબર આપવો પડશે. આ ઉપરાંત  યૂપીઆઈ એપમાં રજિસ્ટ્રેશન કરવામાં પણ પૈનનો ઉપયોગ કરવો જરૂરી રહેશે.  તેના વગર તમે યૂપીઆઈમાં લોગઈન નહી કરી શકો. બધા પ્રકારની લેવડ દેવડમાં તમને પૈન નંબર આપવુ જરૂરી રહેશે. 

 
વેપાર શરૂ કરવામાં પણ જરૂરી રહેશે
 
નાણામંત્રીએ કહ્યુ કે તે પૈનને વેપાર શરૂ કરવાનો મુખ્ય આધાર બનાવવામાં આવશે. એટલે કે જો તમે કોઈ નવો વેપાર શરૂ કરવા માંગો છો તો પહેલાથી તમારી પાસે પૈન નંબર હોવો જરૂરી છે. તેના વગર તમે વેપાર શરૂ કરી શકો નહી. 
 
કેમ વધારવામાં આવી રહ્યો છે પેનનો ઉપયોગ 
 
નાણામંત્રી વિશેષજ્ઞોનુ કહેવુ છે કે ડિઝિટલ ટ્રાંજેક્શન વધવાની સાથે ટેક્સ ચોરી રોકાય છે.  તેમ છતા પણ ટેક્સ ચોરી કરવામાં આવી રહી છે. આ રોકવા માટે હવે પૈનનો દાયરો વધારવામાં આવી રહ્યો છે. પેન થી લિંક થતા કોઈને માટે પણ ટેક્સ ચોરી કરવી મુશ્કેલ થઈ જશે.