શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2023
Written By
Last Modified: બુધવાર, 1 ફેબ્રુઆરી 2023 (11:26 IST)

બજેટ પહેલા શેર બજારની બંપર શરૂઆત, સેંસેક્સ 60000ને પાર, જાણો ક્યા સ્ટોકમાં થઈ રહ્યો છે નફો

budget sensex
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સવારે 11 વાગે દેશનુ સામાન્ય બજેટ રજુ કરી રહ્યા છે. નાણાકીયમંત્રીની જાહેરાત પર શેર બજારની નજર પણ રહેશે.  આ બજેટ રજુ થતા પહેલા શેર બજારે મજબૂત શરૂઆત કરી છે. આજે સેંસેક્સ અને નિફ્ટી તેજી સાથે ખુલ્યા છે. બીએસઈ સેંસેક્સ એકવાર ફરી 450 અંક ઉછળીને  60,001.17 અંક પર ખુલ્યો છે. એનએસઈ નિફ્ટીમાં પણ મજબૂત શરૂઆત જોવા મળી રહી છે. નિફ્ટી 50149.45 અંકની તેજી સાથે 17,811.60 અંક પર ખુલ્યો છે. 
 
સામાન્ય બજેટમાં અનેક સારી જાહેરાતોની આશાને કારણે બીએસઈમાં સામેલ 30 શેયર ગ્રીન નિશાન પર ખુલ્યા છે. શરૂઆતી વેપારમાં બૈકિંગ, આઈટી, Auto સહિત બધા ઈંડેક્સમાં સારી તેજી જોવા મળી  રહી છે. નિફ્ટી 50માં પણ ફક્ત 3 શેર લાલ નિશાન પર વેપાર કરી રહ્યા છે. બીજી બાજુ 47માં સારી તેજી જોવા મળી રહી છે. 
  
ગઈકાલે પણ વધીને બંધ થયુ હતુ બજાર 
 
સામાન્ય બજેટ અને અમેરિકી ફેડરલ રિઝર્વની મૌદ્રિક બેઠકના પરિણામોથી એક દિવસ પહેલા બીએસઈ સેંસેક્સ 49 અંકના વધારા પર બંધ થયો હતો. ઉતાર-ચઢાવથી ભરેલા વેપારના અંતિમ કલાકમાં વેચવાલીથી 30 શેયર પર આધારિત સેંસેક્સ  49.49 અંક એટલે કે 0.08 ટકાની તેજી સાથે  59,549.90 અંક પર બંધ થયો.  નેશનલ સ્ટૉક એક્સચેંજનુ સૂચકાંક નિફ્ટી પણ  13.20 અંકની મામૂલી બઢત સાથે  17,662.15 અંક પર બંધ થયુ હતુ. રેલિગેયર બ્રોકિંગ લિમિટેડના ઉપાધ્યક્ષ અજિત મિશ્રાએ કહ્યુ હવે સૌની નજર બજેટ પર ટકી છે અને અમે બુધવારે બજારમાં ઝડપી ઉતાર ચઢાવની આશા કરી રહ્યા છીએ. બે દિવસમાં સૂચકાંક લગભગ સ્થિર રહેવુ એ ઘટાડા પછીની રાહત દર્શાવે છે.