Astrology Zodiac Aquarius Mrg.htm

Notifications

કુંભ કુંભ
લગ્‍ન અને દાંપત્ય જીવન

કુંભ રાશિના લોકો પોતાના નિયમોની વિરૂધ્ધ જવામા બુરાઇ નથી સમજતા. પરંતુ પોતાના જીવનસાથી પાસે નિયમ પાલનની આશા રાખે છે. પરંતુ તેમનો ઉદ્દેશ્ય કોઇને નુકશાન પહોચાડવાનો નથી રહેતો. તેમને સ્વસ્થ મનોવૃતિવાળા, નીડર તથા સીખવાની ઇચ્છા રાખવાવાળા જીવનસાથી શોધવા જોઇએ. કુંભ રાશિવાળા પ્રેમ તથા સેક્સને બૌધ્ધિક પ્રકાશમા ગ્રહણ કરે છે. તેમના માટે વિવાહ નો અર્થ પ્રસન્‍નતા, યાત્રા, સંતોષ, પરિહાસ વગેરે થાય છે. આ એક આદર્શ સિધ્ધ થઇ શકે છે. ઉત્સુક્તાપુર્ણ પ્રવૃતિ અલગ-અલગ વ્યક્તિઓના સંપર્કમા લાવે છે. કુંભ રાશિવાળા માટે લગ્ન એક સમસ્યાની જેમ છે, કારણકે એમને નવીનતાની તલાશ રહે છે અને નવીન સંપર્કોમા જ એમને આનંદ મળે છે. પરંતુ તેનાથી સમસ્યા ઉભી થઇ શકે છે. માટે તેમણે ભાવુકતા ઓછી રાખવી જોઇએ. મિથુન, તુલા, વૃશ્રિક અથવા કુંભ રાશિમા જન્મ લેનાર સાથે લગ્ન મિત્રતા અથવા પ્રેમ સંબંધ સ્થાયી રહે છે

ગૌરીવ્રત સ્પેશિયલ- ખારી ભાજીના થેપલા અને ભજીયા

ગૌરીવ્રત સ્પેશિયલ- ખારી ભાજીના થેપલા અને ભજીયાખારી ભાજીના થેપલા બનાવવાની રીત:૧. સામગ્રી: ૧ બાઉલ સાફ કરેલી ખારી ભાજી, ૧ બાઉલ ઘઉંનો કરકરો લોટ, ૧ ચમચી ઝીણો ઘઉંનો લોટ, ૨ ટી-સ્પૂન મરી પાવડર, ૧ નાની વાડકી દહીં, અને મોણ તથા શેકવા માટે તેલ.૨. રીત: એક વાસણમાં તમામ સામગ્રી મિક્સ કરી કઠણ લોટ બાંધો. હવે તેના લૂઆ બનાવી પાતળા થેપલા વણી લો. ત્યાર બાદ તેને તવા પર સીંગતેલ લગાવીને બંને બાજુથી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો ખારી ભાજીના ગોટા (ભજીયા):૧. સામગ્રી: ૧ કપ ખારી ભાજી, ૨ ચમચી કરકરો લોટ, ૧ કપ ઘઉંનો લોટ, મરી પાવડર, અને તળવા માટે તેલ.૨. રીત: બધી સામગ્રીને થોડું પાણી ઉમેરીને ભજીયાના ખીરા જેવી ઘટ્ટ કન્સિસ્ટન્સીમાં મિક્સ કરો. ગરમ તેલમાં નાના ગોટા મૂકીને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો

ગુજરાતી રેસીપી- પનીર કાઠી રોલ

ગુજરાતી રેસીપી- પનીર કાઠી રોલપનીર કાઠી રોલ માટે જરૂરી સામગ્રી રોલ માટે 4 રોટલી અથવા પરાઠા 200 ગ્રામ પનીર (લાંબા ટુકડામાં કાપેલું) 1 મોટો કાંદો (પાતળા સ્લાઈસમાં કાપેલો) 1 શિમલા મરચું (પાતળી લાંબી પટ્ટીઓમાં કાપેલું) 1 ટામેટું (પાતળા સ્લાઈસમાં કાપેલું, વૈકલ્પિક) 2–3 લીલા મરચાં (બારીક સમારેલા) 2 મોટા ચમચી તેલ અથવા બટર મેરિનેશન માટે 1/2 કપ દહીં 1 નાની ચમચી આદુ-લસણની પેસ્ટ 1 નાની ચમચી લાલ મરચું પાવડર 1/2 નાની ચમચી હળદર પાવડર 1 નાની ચમચી ધાણા પાવડર 1/2 નાની ચમચી જીરું પાવડર 1/2 નાની ચમચી ગરમ મસાલો 1/2 નાની ચમચી ચાટ મસાલો 1 નાની ચમચી કસૂરી મેથી સ્વાદ મુજબ મીઠું રોલમાં લગાવવા માટે લીલી ચટણી ટમેટો સોસ અથવા મેયોનેઝ (વૈકલ્પિક) લીંબુનો રસ ચાટ મસાલો બારીક સમારેલી લીલી કોથમીર