તુલા - સ્વભાવની ખામી
તુલા રાશીની વ્યક્તિને ક્યારેક નિંદાના શિકાર બનવું પડે છે. બીજાની સામે પોતાને નાના સમજે છે. તુલા રાશીને ન્યાય, સ્વતંત્રતા, જનાધિકાર, સમરસતા અને સૌંદર્ય સાથે લગાવ હોય છે, આ કારણે તેઓને નિરાશાનો સામનો કરવો પડે છે. તેઓ ચિંતા મગ્ન રહે છે. તુલા રાશીમાં જન્મેલા લોકો વિદ્વાન, વકીલ અને ધાર્મિક ક્ષેત્રના આગેવાનો સાથે શત્રુતા રાખે છે. તેઓ પોતાના માટે સ્વયં મુશ્કેલી ઊભી કરે છે. અને પોતાના મૃત્યુનું કારણ પણ ખુદ બને છે. ઉપાય- તેમની નિરાશાનો ઉપાય નથી. ખોટો સંગાથ તેમને વધારે નુકશાન પહોંચાડે છે. તકલીફના સમયે રામરક્ષા, રામભજન અથવા સત્સંગ કરવો. માણેક અથવા હીરામાંથી કોઇ રત્ન એક ધારણ કરવો. શંકર, હનુમાન, માતાજી, દત્ત અથવા કુળ દેવતાની ઉપાસના કરવી જોઇએ. રોજ મંદિરમાં દર્શન કરવા જવું જોઇએ. તુલા રાશી માટે સફેદ વસ્તુનું દાન અને શુક્રવારનું વ્રત ફળદાયક રહે છે. ચોખા, સાકર, દૂધ, સફેદ વસ્ત્ર, સફેદ ફુલ, અત્તર, દહીં, સફેદ ચંદન વગેરેનું દાન કરવાથી શુભ ફળ મળે છે. ૐ દ્રાં દ્રીં દ્રૌં સઃ શુક્રાય નમઃ - આ મંત્રનાં ૧૬૦૦ જાપ કરવાથી મનોકામના પૂરી થાય છે. જલ્દી સફળતા માટે ૬૪૦૦ વખત જાપ કરવા જોઇએ.