ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 13 માર્ચ 2022 (18:33 IST)

Grishma murder case- ગ્રીષ્મા કેસ: 76 સાક્ષીઓએ કોર્ટમાં શું કહ્યું

સુરતના પાસોદરામાં સરાજાહેર ગ્રીષ્મા વેકરિયાની હત્યા કરનારા આરોપી ફેનિલ સામેની ન્યાયિક કાર્યવાહી ચાલી રહી છે. અત્યાર સુધીમાં કુલ 76 સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે. આવતીકાલે વધુ 10 સાક્ષીઓની જુબાની લેવામાં આવશે.અત્યાર સુધીમાં તમામ સાક્ષીઓએ ફેનિલને ઓળખી બતાવ્યો છે. છેલ્લી જુબાની હત્યામાં વપરાયેલું ચપ્પુ જે દુકાનમાંથી ખરીદવામાં આવ્યું હતું તેની લેવામાં આવી હતી. જેમાં ફેનિલે પ્રોટેક્શન માટે ચપ્પુ લેતો હોવાનું દુકાનદારને જણાવ્યું હતું.
 
પાસોદરામાં સ્થાનિક લોકોની હાજરી વચ્ચે ફેનિલે ગ્રીષ્માના ગળા પર ચપ્પુ મુકીને તેની સરાજાહેરમાં હત્યા કરી નાખી હતી. અનેક લોકો ત્યાં હાજર હતા છતાં કોઇએ ગ્રીષ્મા વેકરિયાને બચાવવાનો પ્રયાસ કર્યો ન હતો. જો કે, પોલીસે આરોપીને પકડી તેની સામે ઝડપથી ચાર્જશીટ રજૂ કરી દીધી હતી અને કેસ કાર્યવાહી પણ કોર્ટમાં શરૂ થઇ ગઇ હતી. ફેનિલ ગોયાણીએ પાસોદરામાં અનેક લોકોની હાજરીમાં ગ્રીષ્મા વેકરિયાને પકડીને તેના ગળા પર ચપ્પુ ફેરવી દીધું હતું. ફેનિલે જેની પાસે ચપ્પુ ચપ્પુ ખરીદ્યુ એ ઉપરાંત કોલેજમાં જે મિત્રને મળ્યો હતો તે સહિતના 11 સાક્ષીની જુબાની લેવામાં આવી હતી.