શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 15 નવેમ્બર 2024 (15:45 IST)

હોમગાર્ડે વ્હાટ્સએપ પર આપી દીધા ત્રિપલ તલાક... પત્નીએ અમદાવામાં નોધાવી FIR

અમદાવાદમાં વ્હાટસએપ પર ત્રણ તલાક આપવાનો મામલો સામે આવ્યો છે. અહી ઈસનપુરમાં રહેનારા એક હોમગાર્ડે વ્હાટ્સએપ પર પત્નીને મેસેજ કર્યો. પહેલા ગાળો બોલી અને પછી ત્રણ વાર તલાક બોલી દીધુ. પીડિત મહિલાએ આરોપી વિરુદ્ધ એકઆઈઆર નોંધાવી છે.  મહિલાનો આરોપ છે કે પતિના કોઈ બીજી મહિલા સાથે લગ્નેતર રિલેશન છે. તેથી તે પરેશાન પણ કરી રહ્યો હતો. 
 
મહિલાનુ કહેવુ છે કે તેનો પતિ મોહમ્મદ સબાબ મણિનગર પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ છે. તે પરિવાર સાથે ઈસનપુરમાં રહે છે. પીડિતાએ આગળ કહ્યુ કે 10 વર્ષ પહેલા તેના લગ્ન થયા હતા. હવે પતિએ તેને વ્હાટ્સએપ પર ગાળો આપી અને ત્રણ તલાક આપી દીધા.  
 
 પતિ પર લગાવ્યો ગંભીર આરોપ 
 
મહિલાનુ કહેવુ છે કે પતિના કોઈ અન્ય મહિલા સાથે લગ્નેતર સંબંધો હતા. જેને કારણે તેમના બંને વચ્ચે ઝગડા થતા હતા. વર્ષ 2023માં તેણે આ જ કારણે પતિનુ ઘર છોડી દીધુ હતુ અને પોતાની માતા સાથે રહેતી હતી. 2 વર્ષનો પુત્ર પણ છે જે મહિલા સાથે રહે છે.  
 
દહેજ માટે સતાવવાનો લગાવ્યો આરોપ  
 
મહિલાએ તેના પતિ સામે દહેજ માટે ત્રાસ આપવાની ફરિયાદ નોંધાવી હતી. તેમજ ભરણપોષણ માટે ફેમિલી કોર્ટમાં કેસ કર્યો હતો. આ મામલો હજુ પેન્ડિંગ છે. 
 
પતિએ ફોન કરીને ઝઘડો શરૂ કર્યો
 
મહિલાએ જણાવ્યું કે 26 ઓક્ટોબરે તેને તેના પતિનો ફોન આવ્યો અને તેણે તેની સાથે ઝઘડો કરવાનું શરૂ કર્યું અને તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને ધમકીઓ પણ આપી. એ જ સાંજે વ્હોટ્સએપ પર ત્રિપલ તલાક પણ આપી દીધા.  
 
પોલીસે પતિ વિરુદ્ધ નોંધાવી FIR  
 
મહિલાના પરિવારજનો અને સમાજના સભ્યોએ બંનેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને સમાધાન શોધવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ દરેક પ્રયાસ નિષ્ફળ ગયો, ત્યારબાદ મહિલાએ હવે ભારતીય ન્યાય સંહિતા અને મુસ્લિમ મહિલા અધિનિયમની કલમ 351 (1), 296 (બી) હેઠળ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.