ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 20 જાન્યુઆરી 2022 (12:32 IST)

દર્દનાક - કોથળામાં મળી આ અભિનેત્રીની લાશ, પતિએ કબૂલ કર્યો ગુન્હો, પોલીસ તપાસમાં સામે આવ્યુ આ કારણ

બાંગ્લાદેશી અભિનેત્રી રાઈમા ઈસ્લામ શિમૂ, જે કથિત રૂપે થોડા દિવસો પહેલા લાપતા થઈ ગઈ હતી. જે મૃત મળી આવી છે. તેમની લાશ ઢાકાના કેરાનીગંજમાં એક પુલ પાસે એક કોથળામાં મળી છે. પોલીસે માહિતી આપી છે કે વિસ્તારના સ્થાનિક લોકોએ સોમવારે એટલે કે 17 જાન્યુઆરીએ કદમટોલી ક્ષેત્રના અલીપુર બ્રિઝ પાસે અભિનેત્રીની લાશ જોઈ અને પોલીસ સ્ટેશનમાં સૂચના આપી હતી. લાશ જપ્ત થયા બાદ અમે કાર્યવાહી કરી અને અભિનેત્રીના પતિની ધરપકડ કરી લીધી છે. 
 
શરીર પર ઈજાના  અનેક  નિશાન
 
પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ રાયમાની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. અભિનેત્રીના શરીર પર અનેક ઈજાના નિશાન છે. હત્યા બાદ રવિવારે રાયમા ઇસ્લામ શિમુની લાશને બ્રિજ પાસે બોરીમાં નાખીને ફેંકી દેવામાં આવી હતી. એક ટોચના પોલીસ અધિકારીએ જણાવ્યું કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સર સલીમુલ્લા મેડિકલ કોલેજ હોસ્પિટલ (SSMCH)માં મોકલવામાં આવ્યો છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
પતિએ નોંધાવી ગુમ થવાની ફરિયાદ 
 
રવિવારે શિમુ ગુમ થયા બાદ તેના પરિવારજનોએ કાલાબાગન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અકુદરતી મૃત્યુનો કેસ પણ નોંધ્યો છે અને અભિનેત્રીના પતિ શકાવત અલીને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધા છે. અલીની સાથે તેના ડ્રાઈવરને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
 
પતિએ કબૂલ્યો ગુનો 
 
ઢાકા પોલીસે તેમના સત્તાવાર નિવેદનમાં અભિનેત્રીની હત્યા પાછળનું કારણ કૌટુંબિક ઝઘડાને ટાંક્યું હતું. તે જ સમયે, હવે દિવંગત અભિનેત્રીના પતિએ હત્યાની કબૂલાત કરી છે. ઢાકાના વરિષ્ઠ ન્યાયિક મેજિસ્ટ્રેટ રાબેયા બેગમે મંગળવારે શિમુના પતિ શકાવત અલીમ નોબેલ અને તેમના મિત્ર એસએમવાય અબ્દુલ્લા ફરહાદને ત્રણ દિવસની પૂછપરછ માટે રિમાન્ડ પર મોકલ્યા છે.
 
ફિલ્મ બાર્તામાનથી કરી હતી એક્ટિંગ કરિયરની શરૂઆત 
 
45 વર્ષીય અભિનેત્રીએ 1998માં ફિલ્મ 'બાર્તામાન'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ત્યારપછી તેણે 25 ફિલ્મોમાં કામ કર્યું છે. તે બાંગ્લાદેશ ફિલ્મ આર્ટિસ્ટ એસોસિએશનની સહયોગી સભ્ય હતી. ફિલ્મો ઉપરાંત, તેણે ટીવી નાટકોમાં પણ અભિનય કર્યો અને નિર્માણ કર્યું.