સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 13 જાન્યુઆરી 2022 (17:12 IST)

કોમેડી અને બોલ્ડ સીનથી ભરપૂર છે 'લૂપ લપેટા' ટ્રેલર, જુઓ તાપસી પન્નૂ અને તાહિર રાજનુ ન્યુ લુક

તાપસી પન્નૂ અને તાહિર રાજ ભસીન અભિનીત ફિલ્મ લૂપ લપેટાના શાનદાર ટ્રેલરને આજે મેકર્સે રીલિઝ કરી દીધુ છે.  ટ્રેલરને જોયા પછી દર્શક ફિલ્મ માટે બેતાબ થઈ ગયા છે.  કારણકે રજુ થયેલ ટ્રેલરમાં ઈંટીમેંટ સીન સાથે જ મારપીટ અને ઈમોશનલ ડ્રામા પણ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે લૂપ લપેટા નુ નિર્માણ સોની પિક્ચર્સ ફિલ્મ્સ ઈંડિયા, એલિપ્સિસ એંટરટેનમેંટ અને આયુષ માહેશ્વરીએ મળીને કર્યુ છે. ફિલ્મનુ ડાયરેક્શન આકાશ ભાટિયાએ કર્યુ છે.  ફિલ્મ ચાર ફેબ્રુઆરીના રોજ નેટફ્લિક્સ પર રજુ થશે. 
તાહિર સાથે લિપ લોક કરતી જોવા મળી તાપસી 
 
2 મિનિટ 25 સેકન્ડનું ટ્રેલર તાપસી પન્નુના અવાજથી શરૂ થાય છે, જેમાં તે કહે છે - અમને દુનિયાનો માર ખાવાની આદત પડી ગઈ છે. તેથી અમે એકબીજાને જ અમારા પેઇન કિલર બનાવી દીધા છે. તાપસી આ બધી વાતો તાહિરને કહે છે. વીડિયોમાં બંને લિપ લોક અને બેડ સીન કરતા જોવા મળે છે.  ફિલ્મમાં આ બંનેના અન્ય તમામ પાત્રોની ઝલક પણ  બતાવવામાં આવી છે.
 
ઈસ્ટાગ્રામ પર ટ્રેલર રજુ કરતા નેટફિલક્સ મેકર્સ કૈપ્શનમાં લખ્યુ '50 લાખ 50 મિનિટ.  શુ સમયસર દોડ જીતી શકીશુ ? કે હારીશુ બધુ જ ? #'લૂપ લપેટા', એક સોની પિક્ચર્સ ફિલ્મ્સ ઈંડિયા ફીચર અને એલિપ્સિસ એંટરટેનમેંટ પ્રોડકશન, સ્ટારિંગ તાપસી પન્નુ અને તાહિર રાજ ભસીન. #આકાશભાટિયા દ્વારા નિર્દેશિત, 4 ફેબ્રુઆરીના રોજ આવી રહી છે ફક્ત નેટફ્લિક્સ પર. 

 
આ ફિલ્મ જર્મન ફિલ્મ નિર્માતા ટોમ ટાઈક્વેરની રિમેક છે.
 
'લૂપ લેપેટા' એ જર્મન ફિલ્મ નિર્માતા ટોમ  ટાઈક્વેરની 1998ની ક્લાસિક 'રન લોલા રન'ની હિન્દી રિમેક છે. ફિલ્મની વાર્તા ખૂબ જ રસપ્રદ છે, જેમાં એક પ્રેમિકા તેના પ્રેમીને બચાવવા માટે મિશન પર જાય છે અને તે દરમિયાન તેને અનેક પડકારોનો સામનો કરવો પડે છે. તાપસી પન્નુ સાવીના રોલમાં જોવા મળશે જ્યારે તાહિર રાજ સત્યાના પાત્રમાં ફિલ્મમાં જોવા મળશે.