રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 12 જાન્યુઆરી 2022 (23:53 IST)

Shehnaaz Gill નો લાંબા સમય પછી જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ, લેટેસ્ટ ફોટોશૂટ જોઈને બોલ્યા ફેંસ, 'ધમાકા સાથે કમબેક'

એક્સ બિગ બોસ કંટેસ્ટેંટ અને પંજાબી ફિલ્મ અભિનેત્રી શહનાઝ ગિલ (Shehnaaz Gill) એ આજે લાંબા સમય બાદ સોશિયલ મીડિયા પર ધમાકેદાર કમબેક કર્યું છે. અભિનેત્રીએ મહિનાઓ પછી સોશિયલ મીડિયા પર તેની ગ્લેમરસ સ્ટાઈલ શેર કરી છે. ડબ્બુ રત્નાનીનું ફોટોશૂટ (Shehnaaz Gill latest photoshoot) ની આ લેટેસ્ટ તસવીરો જોયા બાદ શહેનાજા ગિલના હિંમતની તેમના ફેંસ પ્રશંસા કરી રહ્યા છે. તેમજ ફેંસ શહનાઝ ગિલને સપોર્ટ કરતા જોવા મળે છે. અહીં જુઓ ફોટોશૂટ.

 
પંજાબી ફિલ્મ અભિનેત્રી અને ભૂતપૂર્વ બિગ બોસ કંટેસ્ટેંટ શહનાઝ ગિલ બિગ બોસ 13 ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાના અવસાન પછી ઊંડા આઘાતમાં સરી પડી હતી. અભિનેત્રી લાંબા સમયથી સોશિયલ મીડિયા પર પાછી ફરી નહોતી.
 
સિદ્ધાર્થ શુક્લાના નિધન બાદ અભિનેત્રી શહનાઝ ગીલે હજુ સુધી તેની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી ન હતી. હવે અભિનેત્રીએ તેની ગ્લેમરસ દુનિયામાં ફરી એન્ટ્રી કરી છે
 
4 મહિના પછી ખુદને સંભાળી શકી Shehnaaz Gill
 
અભિનેત્રી શહનાઝ ગિલને આ દુઃખમાંથી બહાર આવવામાં ઘણો સમય લાગ્યો હતો. હવે તે લગભગ 4 મહિના બાદ ગ્લેમર વર્લ્ડમાં ફરીથી પગ મુકવામાં સફળ રહી છે
 
Shehnaaz Gill ને મળી રહ્યો છે લોકોનો સપોર્ટ 
 
 
ખાસ વાત એ છે કે લોકો અભિનેત્રી શહનાઝ ગિલને ખૂબ પસંદ કરી રહ્યા છે. અભિનેત્રીના આ ફોટોશૂટ પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, 'ધમાકા સાથે કમબેક'
 
શહેનાઝ ગિલ બોલ્ડ અને બિંદાસ લાગી રહી છે
 
આ ફોટોશૂટમાં અભિનેત્રી શહનાઝ ગિલ ખૂબ જ બોલ્ડ અને  બિંદાસ લાગી રહી છે. આ કારણે આ ફોટોશૂટ ચર્ચામાં છે.
Shehnaaz Gill એ  ડબ્બૂ રતનાની પાસે કરાવ્યુ ફોટોશૂટ 
 
ખાસ વાત એ છે કે અભિનેત્રી શહનાઝ ગિલનું આ લેટેસ્ટ ફોટોશૂટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા ફોટોગ્રાફર ડબ્બુ રત્નાનીએ શૂટ કર્યુ છે.