ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ઓમિક્રોન વાયરસ
Written By
Last Modified: શુક્રવાર, 28 જાન્યુઆરી 2022 (09:37 IST)

રાહત આજે ફરી ઘટ્યા કોરોનાના દૈનિક કેસ રિકવર થનાર દર્દીઓની સંખ્યા પણ વધી

ભારતમાં કોરોનાના નવા દૈનિક કેસના ટ્રેડમાં ખૂબ અસમાનત જોવા મળી રહી છે. ગયા 24 કલાકમાં કોરોનાના નવા કેસમા& આશરે 34 હજારની ગિરાવટ નોંધાઈ છે કેંદ્રીય સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રજૂ આંકડાના મુજબ છેલ્લા 24 કલાકમાં 2,51,209 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, આ રોગચાળાને કારણે 627 દર્દીઓના મોત થયા છે. ગઈકાલે જારી કરાયેલા આંકડા અનુસાર, 2,86,384 નવા કેસ નોંધાયા છે. 
 
દેશમાં ક્યારે કેસ નોંધાયા?
દેશમાં સંક્રમિતોની સંખ્યા 7 ઓગસ્ટ 2020ના રોજ 20 લાખ, 23 ઓગસ્ટ 2020ના રોજ 30 લાખ અને 5 સપ્ટેમ્બર 2020ના રોજ 40 લાખને વટાવી ગઈ હતી. ચેપના કુલ કેસ 16 સપ્ટેમ્બર 2020ના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બર 2020ના રોજ 60 લાખ, 11 ઓક્ટોબર 2020ના રોજ 70 લાખ, 29 ઓક્ટોબર 2020ના રોજ 80 લાખ અને 20 નવેમ્બરના રોજ 90 લાખને વટાવી ગયા હતા. ભારતમાં સંક્રમિતોની કુલ સંખ્યા 4 મેના રોજ 20 મિલિયન, 23 જૂનના રોજ 30 મિલિયન અને બુધવારે 40 મિલિયનથી વધુ થઈ ગઈ હતી.