શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: શનિવાર, 9 મે 2020 (13:39 IST)

અમદાવાદ પહોંચ્યા એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયા, તૈયાર થશે કોરોના વિરૂદ્ધ એક્શન પ્લાન

એમ્સના ડાયરેક્ટર રણદીપ ઉલેરિયા અમદાવાદની મુલાકાતે આવ્યા છે. તે શુક્રવારે રાત્રે વાયુસેનાના એરક્રાફ્ટ વડે અમદાવાદ પહોંચ્યા હતા. જોકે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાના વધતા જતાં આંકડાને લઇને સરકાર ચિંતિત છે. આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના વિરૂદ્ધ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે ગુજરાતમાં ખૂબ ઝડપથી કોરોનાનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે. 
 
રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદ વધતા જતા કોરોનાના કેસોને લઈને દિલ્લીથી AIIMSના ડો. રણજીત ગુલેરિયા તેમની ટીમ સાથે અમદાવાદ આવી પહોંચ્યા છે. સવારે 9 વાગે ડો. રણજીત ગુલેરિયા અને તેમની ટીમ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચી છે. આરોગ્ય વિભાગના સચિવ ડો. જ્યંતિ રવિ, સિવિલમાં તાત્કાલિક એમ.એમ પ્રભાકર સહિતના સિનિયર ડોકટરો સાથે કોરોનાની સારવાર અને વિસ્તૃત માહિતી અંગેની બેઠક ચાલુ છે. ડો.રણદીપ ગુલેરીયા અને મનીષ સૂનેજાએ અમદાવાદ મેડી સિટી કેમ્પસમાં અસ્મિતા ભવન ખાતે સ્થાનિક તબીબો સાથે બેઠક યોજી તેમનું માર્ગદર્શન કર્યું હતું. સાંજે પાંચ વાગ્યે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક કરશે.
તો બીજી તરફ દેશની વાત કરીએ તો ભારતમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. ગત 24 કલાકમાં 3,320 નવા કેસ સામે આવ્યા છે અને 95 લોકોના મોત થયા છે. 8 મે સુધી દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 60 હજારની આસપાસ અને મૃતકોની સંખ્યા 2000ની પાસે પહોંચી ચૂકી છે