ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ઓમિક્રોન વાયરસ
Written By
Last Modified: મંગળવાર, 21 ડિસેમ્બર 2021 (13:04 IST)

કોરોનાના ડબલ વેરિએંટની એંટ્રી! ડેલ્મિક્રોન આપ્યુ નામ, સરકારની શું છે તૈયારી

કોરોનાના ડબલ વેરિએંટ  (Covid Double Variant)  જેને ડેલ્મિક્રોન (Delmicron) નામ આપ્યુ છે. આ નામકરણ કોરોનાના ડેલ્ટા ( Corona Delta variant) અને ઓમિક્રોન વેરિએંટ (Omicron Variant) ને જોડીને કરાયુ છે. કારણ કે આ સમયે ભારત સાથે આખી દુનિયામાં કોરોના વાયરસના બન્ને જ વેરિએંટ મળી રહ્યા છે. આજે Omicron 200 Case Today- 5 રાજ્યોમાં 19 નવા કેસની પુષ્ટિ, દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસની સંખ્યા વધીને 200 થઈ છે. 
સોમવારે 5 રાજ્યોમાં, દિલ્હીમાં 8, કર્ણાટકમાં 5, કેરળમાં 4, રાજસ્થાન અને ગુજરાતમાં એક-એક કેસ નોંધાયા હતા. દિલ્હીમાં નોંધાયેલા મોટાભાગના કેસોમાં લોકો અન્ય સ્થળોએ ગયા હતા.
આંકડાઓ અનુસાર ભારતમાં સૌથી વધુ 54-54 કેસો મહારાષ્ટ્ર અને દિલ્હીમાં નોંધાયા છે.જ્યારે ઓછામાં ઓછા 12 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.જ્યારે તેલંગણામાં 20 અને કર્ણાટકમાં 19 કેસો સામે આવ્યા છે