મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: દુબઈ: , બુધવાર, 19 સપ્ટેમ્બર 2018 (20:24 IST)

2018 Asia Cup LIVE INDvsPAK: 162 રનમા ઓલઆઉટ થયુ પાકિસ્તાન, ભારત સામે સહેલો સ્કોર

એશિયા કપ 2018માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મુકાબલો રમાઈ રહ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી પાકિસ્તાનની ટીમ ભારતીય બોલરો આગળ બેકફૂટ પર આવી ગઈ અને ભારતીય બોલરોએ સપાટો બોલાવી દીધો છે. પાકિસ્તાનની સમગ્ર ટીમ 50 ઓવર પણ પૂર્ણ કરી શકી નહી અને માત્ર 43.1 ઓવરમાં ઓલઆઉટ થઇ ગઇ છે.
 
32.6 ઓવરમાં ધોનીએ જોરદાર સ્ટંપિંગ કરતા શાદાબ ખાનને પેવેલિયન પરત મોકલી દીધો હતો. શાદાબ 19 બોલમાં 8 રન બનાવી જાધવનો ત્રીજો શિકાર બન્યો હતો. જાધવે 6 ઓવરમાં માત્ર 13 રન આપી ત્રણ વિકેટ ઝડપી છે. આસિફ અલી પણ 9 રને કેદાર જાધવની ઓવરમાં આઉટ થઈ ગયો હતો.  ટીમ ઈન્ડિયાના બોલરોએ પાકિસ્તાની બેટ્સમેનો પર શરૂઆતથી દબાણ બનાવી રાખ્યું છે.
પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝને 6 રન પર  કેદાર જાધવની ઓવરમાં બાઉન્ડ્રી પર મનીશ પાંડેએ શાનદાર કેચ ઝડપી પેવેલિયન મોકલી દીધો હતો. પાકિસ્તાનના સૌથી વધુ અનુભવી બેટ્સેમન શોએબ માલિકને રાયડૂએ રન આઉટ કર્યો હતો. શોએબ મલિકે 43 રન બનાવ્યા છે. આ પહેલા  કુલદીપની ઓવરમાં બાબર આઝમ 47 રને આઉટ થયો હતો.
 
 ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને ટૉસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો  ભારત પાસે ચેમ્પિંયન્સ ટ્રોફીમાં હારનો બદલો લેવાનો ચાન્સ છે. વિરાટ કોહલીની અનુપસ્થિતિમાં મોહમ્મદ આમિર એક મોટો પડકાર હશે. પાકિસ્તાનના ઝડપી બોલર હસન અલી પર સૌ કોઇની નજર હશે.