બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 17 સપ્ટેમ્બર 2018 (16:06 IST)

2018 Asia Cup: રોહિત શર્માએ PAK કપ્તાનને કહ્યુ - તમારા ખેલાડીઓએન કરો કંટ્રોલ

એશિયા કપની શરૂઆત થઈ ચુક્યુ છે. પ્રથમ મેચમાં બાંગ્લાદેશે શ્રીલંકાને હરાવીને સૌને ચોંકાવી દીધા તો બીજી મેચમાં પાકિસ્તાને હોગકોંગ સામે સહેલાઈથી જીત મેળવી.  ટુર્નામેંટની શરૂઆત પહેલા સામેલ થઈ રહેલ છ ટીમોના કપ્તાનોની એક ભેગી પ્રેસ કોંન્ફરેંસ થઈ હતી. જેનો એક વીડિયો હવે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન રોહિત શર્મા પાકિસ્તાનના કપ્તાન સરફરાજ અહમદને કંઈક આ રીતે બોલતા જોવા મળ્યા. જે સમાચારમાં છવાઈ ગયુ છે. 
 
ઉલ્લેખનીય છે કે પ્રેસ કૉન્ફ્રેસ શરૂ થવાનો થોડો સમય બચ્યો હતો ત્યારે બધા કપ્તાન પરસ્પર હસી મજાક કરવા લાગ્યા. રોહિત શર્મા અને સરફરાજ અગલ બગલ માંજ બેસ્યા હતા. આ ઉપરાંત શ્રીલંકાના કપ્તાન એંજલો મૈથ્યૂઝ બાંગ્લાદેશના કપ્તાન મશરફે મૂર્તજા અને અફગાનિસ્તા અને હોંગકોંગના કપ્તાન પણ હાજર હતા. જ્યારે આ કપ્તાન હસી મજાક કરી રહ્યા હતા ત્યારે તેઓ ભૂલી ગયા કે તેમની સામે મુકેલુ માઈક ઓન છે. 
 
 
સરફરાજે આ દરમિયાન મૂર્તજા સામે તેમના ખેલાડીઓના ફસવાનો મુદ્દો ઉઠાવી દીધો, એ દરમિયાન તેમને રોહિતને કહ્યુ કે તમારા ખેલાડી પણ ખૂબ ફસાય છે. જેના પર રોહિતે સરફરાજને જવાબ આપ્યો, તમારે તમારા ખેલાડીઓ પર કંટ્રોલ કરવો જોઈએ. આ સમગ્ર વાતચીત હસી મજાકમાં થઈ રહી હતી. પણ હવે તેનો વીડિયો ખૂબ શેયર કરવામા6 આવી રહ્યો છે.