રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 28 નવેમ્બર 2023 (23:57 IST)

IND Vs AUS 3rd T20 : મેક્સવેલે ટીમ ઈન્ડિયા પાસેથી જીત છીનવી લીધી, ત્રીજી T20 મેચ 5 વિકેટે જીતી

Glenn Maxwell
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની શ્રેણીની ત્રીજી T20 મેચ ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચ ઓસ્ટ્રેલિયન ટીમના નામે રહી. જો કે ટીમ ઈન્ડિયા આ શ્રેણીમાં હજુ પણ 2-1થી આગળ છે.
 
ઓસ્ટ્રેલિયા 5 વિકેટે જીત્યું
ઓસ્ટ્રેલિયાની ટીમે 223 રનના ટાર્ગેટનો પીછો કર્યો અને ત્રીજી T20 મેચ 5 વિકેટે જીતી લીધી. આ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમની જીતનો હીરો ગ્લેન મેક્સવેલ રહ્યો હતો. ગ્લેન મેક્સવેલે 48 બોલમાં અણનમ 104 રન ફટકારીને ટીમને જીત તરફ દોરી હતી.

ટીમ ઈન્ડિયા માટે પાવરપ્લે સરેરાશ રહ્યો હતો. ભારતીય બેટર્સ 6 ઓવરમાં 2 વિકેટે 43 રન જ બનાવી શક્યા હતા. યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડની ઓપનિંગ જોડીએ ટીમને ઝડપી શરૂઆત અપાવી અને પહેલી જ ઓવરમાં 14 રન બનાવ્યા. 
 
 બેહરનડોર્ફે ઇનિંગની બીજી ઓવરમાં જયસ્વાલ (6 રન)ને આઉટ કરીને ટીમ ઇન્ડિયાને પહેલો ઝટકો આપ્યો હતો. ઇનિંગની ત્રીજી જ ઓવરમાં કેન રિચર્ડસને ઈશાન કિશનને ઝીરો પર પેવેલિયન પરત મોકલ્યો હતો. અહીં ભારતીય બેટર્સ દબાણમાં જોવા મળ્યા.