શુક્રવાર, 25 ઑક્ટોબર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 25 ઑક્ટોબર 2024 (12:22 IST)

LIVE | India vs New Zealand 2nd Test: ભારતે લંચ સુધી ગુમાવી 7 વિકેટ પર 107 રન, ન્યુઝીલેંડ હજુ પણ 152 રનથી આગળ

Rohit sharma, virat kohli
LIVE CRICKET SCORE: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલ પુણે ટેસ્ટનો આજે  બીજો દિવસ છે. દિવસના પ્રથમ સેશનમાં ભારતે 90 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. કિવી સ્પિનરો સામે ભારતીય બેટ્સમેનો સંઘર્ષ કરી રહ્યા છે. મેચના પ્રથમ દિવસે વોશિંગ્ટન સુંદરની શાનદાર બોલિંગના કારણે ન્યૂઝીલેન્ડનો પ્રથમ દાવ 259 રન પર જ સમેટાઈ ગયો હતો. મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સુંદરે 7 જ્યારે અશ્વિને 3 વિકેટ ઝડપી હતી.
 
 
ND vs NZ Live Score: લંચ સુધી ભારતનો સ્કોર 107 
ભારતીય ટીમે લંચ સુધી 107 રન બનાવી લીધા છે. જોકે, આ રન બનાવતા ટીમના 7 બેટ્સમેન આઉટ થઈ ગયા છે. 50ના સ્કોર પર ટીમને બીજો ઝટકો શુભમન ગિલના રૂપમાં લાગ્યો હતો. આ પછી ટીમ સતત આંચકાઓનો સામનો કરી રહી છે. મિશેલ સેન્ટનરે 4 જ્યારે ગ્લેન ફિલિપ્સે બે વિકેટ ઝડપી હતી. ક્રિઝ પર જાડેજા સાથે વોશિંગ્ટન સુંદર છે.
 
IND vs NZ Live Score: રવિચંદ્રન અશ્વિન પણ આઉટ 
ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ પુણે ટેસ્ટ મેચના બીજા દિવસે ટીમ ઈન્ડિયાની બેટિંગ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાને રવિચંદ્રન અશ્વિનના રૂપમાં સાતમો ઝટકો લાગ્યો છે. અશ્વિનને મિશેલ સેન્ટનરે પોતાનો શિકાર બનાવ્યો હતો. અશ્વિન 5 બોલ રમીને માત્ર 4 રન બનાવી શક્યો હતો. ભારતીય ટીમને 7મો ફટકો 103 રનના સ્કોર પર લાગ્યો હતો.
 
IND vs NZ Live Score: ટીમ ઈંડિયાના 100 રન પુરા 
પુણે ટેસ્ટ મેચના બીજા દિવસે સતત પડી રહેલ વિકેટ વચ્ચે ટીમ ઈંડિયાના 100 રન પુરા થઈ ગયા છે. બીજા દિવસની રમતના પહેલા સેશનમાં ભારતીય ટીમે પોતાની પાંચ વિકેટ ગુમાવી દીધી છે. આવામાં ન્યુઝીલેંડના બોલરોએ પોતાનો શિકંજો કસ્યો છે. 
 
IND vs NZ Live Score: 100 રન બનતા પહેલા જ 6 વિકેટ 
ટીમ ઈન્ડિયાની ઈનિંગ્સ મુશ્કેલીમાં જોવા મળી રહી છે. બેંગલુરુ ટેસ્ટમાં સદી ફટકારનાર સરફરાઝ ખાન પણ બહાર છે. જ્યારે તે આઉટ થયો ત્યારે ભારતનો સ્કોર માત્ર 95 રન હતો. તેણે મિડ-ઓફ પર બોલને ફટકારવાનો પ્રયાસ કર્યો પરંતુ શોટ ફિલ્ડરના હાથમાં ગયો. અત્યારે જાડેજા અને અશ્વિન ક્રિઝ પર છે.

બંને ટીમના પ્લેઈંગ-11
 
ભારતીય ક્રિકેટ ટીમના પ્લેઈંગ-11: યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સરફરાઝ ખાન, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, રવિચંદ્રન અશ્વિન, આકાશ દીપ, જસપ્રિત બુમરાહ.
 
ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમના પ્લેઈંગ-11: ટોમ લાથમ (કેપ્ટન), ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, ટોમ બ્લંડેલ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, મિચેલ સેન્ટનર, ટિમ સાઉથી, એજાઝ પટેલ, વિલિયમ ઓરુરકે