રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : સોમવાર, 28 જાન્યુઆરી 2019 (15:37 IST)

Ind vs NZ : ભારતે 10 વર્ષ પછી ન્યૂઝીલેંડની ધરતી પર જીતી વનડે શ્રેણી

રોહિત શર્મા (62) અને કપ્તાન વિરાટ કોહલી (60) ની હાફ સેંચુરીની મદદથી ભારતીય ક્રિકેટ ટીમે સોમવારે (28 જાન્યુઆરી)ના રોજ ત્રીજી વનડે મેચ  (India vs New zealand)માં ન્યૂઝીલેંડને સાત વિકેટથી હરાવી દીધુ. બે-ઓવલ મેદાન પર મળેલી આ જીતથી ભારતે પાંચ વનડે મેચની શ્રેણીમાં 3-0થી અજેય બઢત મેળવી લીધી છે. ન્યૂઝીલેંડે ટોસ જીતીને ફલેઆ બેટિંગ કરવાનો નિર્ણય લેતા રૉસ ટેલર (93) અને ટૉમ લાથમ (51)ની શાનદાર રમતના દમ પર ભારતને 244 રનનુ લક્ષ્ય આપ્યુ.  ભારતે 43 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને આ લક્ષ્ય મેળવી લીધુ.  ભારત તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી. બીજી બાજુ ભુવનેશ્વર કુમાર, યુઝવેંર ચહલ અને હાર્દિક પાંડ્યાએ બે-બે વિકેટ લીધી. 
સાથે જ 10 વર્ષ પછી ન્યૂઝીલેંડમાં દ્વિપક્ષીય શ્રેણીમાં પણ જીત મેળવી લીધી છે.  ભારતે 1976થી ન્યૂઝીલેંડમાં દ્વિપક્ષીય શ્રેણી રમી રહ્યુ છે અને આ તેની આઠમી વનડે શ્રેણી છે. ભારત અત્યાર સુધી ફક્ત એકવાર જીતી શક્યુ છે. જ્યારે કે અંતિમવાર તેણે માર્ચ 2009મા પાંચ મેચની વનડે શ્રેણી 3-1થી પોતાને નામે કરી હતી.