શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 6 એપ્રિલ 2023 (10:05 IST)

Sudhir Naik: ભારત માટે વનડેમાં પ્રથમ ચોક્કો મારનારા સુધીર નાઈકનું નિધન

sudhir nyke
ભારતના પૂર્વ ઓપનર સુધીર નાઈકનું બુધવારે નિધન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા અને તેમને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ 78 વર્ષના હતા. બીસીસીઆઈએ સુધીરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેણે ભારત માટે ત્રણ ટેસ્ટ અને બે વનડે રમી હતી. ભારત માટે વનડેમાં પ્રથમ ચાર ફટકારવાનો રેકોર્ડ પણ સુધીરના નામે છે. તેણે 1974માં લીડ્ઝમાં હેડિંગ્લે ખાતે ઇંગ્લેન્ડ સામે આ કર્યું હતું.
 
મુંબઈ ક્રિકેટ એસોસિએશનના એક અધિકારીએ જણાવ્યું કે થોડા દિવસ પહેલા સુધીર બાથરૂમમાં પડી ગયા હતા  અને તેમના માથામાં ઈજા થઈ હતી. આ પછી તેમને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.  તે કોમામાં ગયા અને તેમાંથી સાજા થઈ શક્યા નહીં. સુધીર મુંબઈ ક્રિકેટમાં ખૂબ જ સન્માનીત  વ્યક્તિ હતા અને રણજી ટ્રોફી વિજેતા કેપ્ટન પણ હતા. તેમણે રણજીની 1970-71ની સિઝનમાં મુંબઈની ટીમનું નેતૃત્વ કર્યું અને ખિતાબ જીત્યો.

 
મુંબઈના આ દિગ્ગજ ક્રિકેટરે  મુંબઈ ક્રિકેટ અને ભારતીય ક્રિકેટ માટે ઘણી જુદી જુદી ભૂમિકાઓ અને જવાબદારીઓ નિભાવી હતી. સુનીલ ગાવસ્કર, અજિત વાડેકર, દિલીપ સરદેસાઈ અને અશોક માંકડ કેરેબિયનમાં ઈતિહાસ રચવામાં વ્યસ્ત હતા ત્યારે સુધીરે મુંબઈને 1971માં રણજી ટ્રોફીની જીત અપાવી હતી. સુધીરે 85 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 4376 રન બનાવ્યા, જેમાં અણનમ 200 રનનો ટોપ સ્કોર પણ સામેલ છે.
 
તેને દુર્ભાગ્ય કહી શકાય કે 1972માં જ્યારે તમામ સ્ટાર ખેલાડીઓ પાછા આવ્યા ત્યારે સુધીરને પ્લેઇંગ-11માંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. 1974માં, સુધીરને બર્મિંગહામ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે ડેબ્યૂ કરવાની તક મળી અને તેણે અડધી સદી પણ ફટકારી. તેણે આ ટેસ્ટની બીજી ઇનિંગમાં 77 રન બનાવ્યા હતા. જોકે, ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. 1974 પછી સુધીરનું કરિયર વધુ ટકી શક્યું નહીં અને તે ભારતીય ટીમમાં વાપસી કરી શક્યો નહીં.
 
એક ખેલાડી તરીકેની કરિયરના અંત પછી સુધીર નાઈકે પણ મુંબઈ ક્રિકેટને સાચી દિશામાં બતાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. ઝહીર ખાન, વસીમ જાફર અને નીલેશ કુલકર્ણીની કરિયરને વેગ આપવા માટે તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સિવાય તેણે ઘણા ખેલાડીઓને માર્ગદર્શન પણ આપ્યું જેઓ પાછળથી મુંબઈ માટે રમ્યા. સુધીર લાંબા સમય સુધી વાનખેડે સ્ટેડિયમના ચીફ ક્યુરેટર પણ હતા. ICC વર્લ્ડ કપ 2011 માટે સ્ટેડિયમ તૈયાર કરવાનો શ્રેય પણ સુધીરને જાય છે. એવું કહેવાય છે કે તેમણે વાનખેડે સ્ટેડિયમના પીચ ક્યુરેટર તરીકે ક્યારેય પગાર લીધો નથી.