ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By
Last Modified: શનિવાર, 12 નવેમ્બર 2022 (10:38 IST)

BJP 2nd List - ભાજપે જાહેર કરી બીજી યાદી, જાણો કોને મળી ટિકીટ, કોનું પત્તું કપાયું

ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે ગુરુવારે તેની પ્રથમ યાદી બહાર પાડી હતી. ગુજરાત ભાજપના પ્રભારી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે ઉમેદવારોની જાહેરાત કરી હતી. જેમાં ભાજપે પોતાના 160 ઉમેદવારો પહેલા જ જાહેર કર્યા હતા. ત્યારબાદ આજે વહેલી સવારે આજે ભાજપે પહેલા ચરણના મતદાનમાં બાકી રહેલા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ભાજપે વધુ 6 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. 14 નવેમ્બર પ્રથમ તબક્કા માટે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. બીજી યાદીમાં બે મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ સાથે જ ભાજપે પોતાના 168 ઉમેદવારો જાહેર કર્યા છે. હજુ ભાજપે 16 ઉમેદવારો જાહેર કરવાના બાકી છે.
 
મહત્વનું છે કે, ભાજપે જાહેર કરેલા 168 ઉમેદવારોમાં 16 મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે.
ધોરાજીથી મહેન્દ્ર પાડલિયાને ટિકીટ
ખંભાળિયાથી મૂળુ બેરાને ટીકિટ
કુતિયાણાથી ઢેલીબેન ઓડેદરાને ટીકિટ
ભાવનગર પૂર્વથી સેજલ પંડ્યાને ટીકિટ
દેડિયાપાડાથી હિતેશ વસાવાને ટીકિટ
ચોર્યાસીથી સંદીપ દેસાઈને ટીકિટ
 
ગુજરાતની 182 બેઠકો માટે બે તબક્કામાં યોજાનારી ચૂંટણી માટે 160 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. પાર્ટીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેમની વિધાનસભા બેઠક ઘાટલોડિયા પરથી ઉતાર્યા છે. પાર્ટીએ આ વખતે ઘણા વર્તમાન ધારાસભ્યોને મેદાનમાં ઉતાર્યા નથી.
 
ગુજરાતમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 77 બેઠકો જીતી હતી. જેમાંથી છેલ્લા પાંચ વર્ષમાં લગભગ 20 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને છેલ્લા બે દિવસમાં ત્રણ ધારાસભ્યોએ વિધાનસભા છોડી દીધી છે. આ 20 ધારાસભ્યોમાંથી મોટાભાગના તેમના રાજીનામા બાદ ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણીમાં જીત્યા હતા અને તેમાંથી મોટાભાગનાને બીજેપી દ્વારા બીજી તક આપવામાં આવી હતી. ભાજપે કોંગ્રેસના સૌથી વરિષ્ઠ ભૂતપૂર્વ ધારાસભ્ય અને આદિવાસી નેતા મોહન રાઠવાના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવાને ટિકિટ આપી છે. મોહન રાઠવાએ બે દિવસ પહેલા જ વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું હતું.