બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 21 નવેમ્બર 2022 (09:36 IST)

કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર સામે ભાજપે વિવાદિત વીડિયો અંગે ECમાં ફરિયાદ કરી

Congress candidate Chandanji Thakor, BJP complains about controversial video, EC
સિદ્ધપુર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરનો ગઈકાલે એક વીડિયો વાયરલ થયો હતો. જે બાદ ભાજપ દ્વારા કોંગ્રેસને આડેહાથ લેવામાં આવી હતી. હવે આ વીડિયોના કારણે ચંદનજી ઠાકોરની મુશ્કેલી વધી શકે છે.હકીકતમાં ભારતીય જનતા પાર્ટીએ ચંદનજી ઠાકોરના આ વાયરલ થયેલા વીડિયો અંગે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, સિદ્ધપુર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે જાહેર સભા દરમિયાન જનપ્રતિનિધિ અધિનિયમ, 1951નું ઉલ્લંઘન કર્યું છે.

ચંદનજી ઠાકરે લઘુમતી સમાજને ખુશ કરવા માટે વિવાદિત નિવેદન આપ્યું છે. કોંગ્રેસ ઉમેદવારે ગુજરાત વિધાનસભામાં મુસ્લિમોના અવાજને બુલંદ કરવા માટે જાતિ અને ધર્મના આધારે પોતાને મત આપવા માટે અપીલ કરી છે. જે 1951ના જન પ્રતિનિધિત્વ ધારાનું ઉલ્લંઘન છે. આથી ભાજપની માંગ છે કે, ચંદનજી ઠાકોરના વીડિયોની તપાસ કરાવવામાં આવે. જે તપાસ બાદ પગલા લેવામાં આવે.ગઈકાલે ચંદનજી ઠાકોરનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં ચૂંટણી પ્રચાર દરમિયાન તેઓ જણાવી રહ્યાં હતા કે, આજે જો દેશને કોઈ બચાવી શકે, તો એક માત્ર મુસ્લિમ સમાજ જ બચાવી શકે. જ્યારે કોંગ્રેસ પાર્ટી જો કોઈ બચાવી શકે, તો મુસ્લિમ પાર્ટી બચાવી શકે.આ બાબતનું ઉદાહરણ આપતા તેમણે NRCનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, NRCના મુદ્દા ઉપર મારી સોનિયા ગાંધી, મારો રાહુલ ગાંધી અને મારી પ્રિયંકા ગાંધી રોડ પર ઉતરી આવ્યા. અઢાર પ્રકારના પક્ષો હતા, પરંતુ એકપણ પાર્ટીએ મુસ્લિમ સમાજની તરફદારી ના કરી. કોંગ્રેસ એક જ એવી પાર્ટી છે, જે મુસ્લિમોની રખેવાળી કરે છે અને તમને આખા દેશમાં રક્ષણ પુરુ પાડે છે.ભાજપ પર આકરા પ્રહાર કરતાં ચંદનજી ઠાકોરે જણાવ્યું કે, આ ભારતીય જનતા પાર્ટીએ મુસ્લિમોને ડિસ્ટર્બ કરવાનું કામ કર્યું. આજ પાર્ટી ત્રિપલ તલાકનો કાયદો લાવી. કોંગ્રેસના શાસનમાં તમને હજ જવા માટેના પૈસા મળતા હતા. મુસ્લિમ સમાજને હજ જવા માટે સબસિડી મળતી હતી, પરંતુ ભાજપે તમારી એ સબસિડીને રદ્દ કરી દીધી. આટલું જ નહી, તમારી લઘુમતી સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને ભણાવવા માટેની સબસિડી મળતી હતી, પરંતુ ભાજપની કુનીતિના કારણે તમારા હક્ક પર તરાપ મારીને એ સબસિડી પણ બંધ કરાવી દેવામાં આવી.