બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 26 સપ્ટેમ્બર 2022 (15:17 IST)

ગુજરાતમાં ડિસેમ્બર પહેલા ચૂંટણી પૂરી થઈ જાય અને નવી સરકાર રચાય તેવી શક્યતાઓ

patel patil
ગુજરાતમાં આ વખતે વહેલી ચૂંટણી યોજાઈ શકે છે. આવું ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલનું કહેવું છે. આણંદ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે આ અંગે નિવેદન આપ્યું હતું. જેને લઈને ગુજરાતમાં નવેમ્બર સુધીમાં જ ચૂંટણી પતી જાય તેવી ચર્ચાઓ શરૂ થઈ છે.

આણંદ ખાતે જિલ્લા ભાજપ કાર્યાલયના લોકાર્પણનો કાર્યક્રમ હતો. જેમાં સી.આર પાટીલે આગામી 2022ને વિધાનસભાની ચૂંટણીને લઈને એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, નવેમ્બરના અંતમાં ચૂંટણી પૂરી થઈ જાય એવું મારું માનવું છે. આ વખતે દસ દિવસ ચૂંટણી વહેલી આવે એવા એંધાણ દેખાઈ રહ્યા છે. મને ચૂંટણી તારીખ જાહેર કરવાની કોઈ સત્તા નથી. આ તો મારું માનવું છે. હમણાં મીડિયા વાળા બ્રેકિંગ ન્યુઝ બનાવી દેશે કે ભાજપ અધ્યક્ષ છે ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને બિલાડીના ટોપની જેમ રાજકીય પક્ષો ફૂટી નીકળ્યા છે. દિલ્હીથી આવનારા રિટર્ન ટીકીટ કઢાવી લે.આણંદ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પટેલની ઉપસ્થિતિમાં આણંદ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમના નવા કાર્યાલયનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ સી.આર પટેલ દ્વારા પેજ સમિતિ સંમેલનમાં કાર્યકર્તાઓને સંબોધન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે નામ લીધા વગર જ આમ આદમી પાર્ટીના કાર્યાલયને નિશાન બનાવી અને જણાવ્યું કે અન્ય પાર્ટીના કાર્યાલય એટલા માટે જ નિર્માણ નથી થતા કારણ કે એમની પાર્ટીના કાર્યકર્તાઓના ખિસ્સામાં પૈસા જાય છે.

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું કે, “અન્ય કોઈ પાર્ટીની આપણે વાત નથી કરવી પણ તે એટલા માટે જ કાર્યાલય નિર્માણ નથી થતા, કારણ કે પૈસા સીધા એમની પાર્ટીના કાર્યકર્તાઓના ખીસામાં જાય છે. અહીં તો બેન્ક એકાઉન્ટમાં જાય છે, બાંધકામ થાય છે. મેં આજે એમને પૂછ્યું કે જો કોઈ પેમેન્ટ બાકી હોય અને પૈસા ખૂટતા હોય તો પ્રદેશમાંથી આપી દઈએ, પરંતુ પેમેન્ટ થઈ જવું જોઈએ. ત્યારે એમણે કહ્યું કે બધાના પેમેન્ટના ચેક પણ તૈયાર છે અને 30 તારીખ સુધીમાં બધાનું પેમેન્ટ કરીને મારી પાસે જે કમિટમેન્ટ છે એ પ્રમાણે 15 – 20 લાખ રૂપિયા હજુ પણ બચવાના છે. એ પૈસાની એફ.ડી કરાવીશું, એના કારણે એના મેન્ટેનન્સ માટે પણ એ રકમ વાપરી શકાય એ પ્રકારની યોજના પણ બનાવી છે.”