ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : શનિવાર, 25 જૂન 2022 (22:29 IST)

શું કોઈ તમારી કાર પર FASTag સ્કેન કરીને તમારા Paytm એકાઉન્ટમાંથી પૈસા ચોરી શકે છે? જાણો વાયરલ વીડિયોની સત્યતા

FASTag Scam Viral Video: હાલમાં સોશિયલ મીડિયામાં ફાસ્ટેગ સ્કેમ (FASTag Scam) નામથી એક વિડીયો વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, એક વ્યક્તિ દાવો કરે છે કે જે બાળકો ટ્રાફિક સિગ્નલ પર વાહનોની વિન્ડશિલ્ડ સાફ કરે છે તેઓ સ્માર્ટ ઘડિયાળો પહેરે છે જે FASTag સ્ટીકરને સ્કેન કરે છે, અને જ્યારે તે સ્કેન કરવામાં આવે છે, ત્યારે રોડ ટોલ ચૂકવવા માટે Paytmમાં રાખવામાં આવેલા પૈસા આપોઆપ કપાઈ જાય છે.
 
PIB ફેક્ટ ચેકે સ્પષ્ટ કર્યું છે કે ટોલ વસૂલવા માટે વાહનો સાથે જોડાયેલા FASTag સ્ટીકરોનો ઉપયોગ ઑનલાઇન વોલેટમાં રાખેલા પૈસામાંથી છેતરપિંડી કરવા માટે કરી શકાતો નથી. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોનો ફેક્ટ ચેકિંગ વિભાગ એક વીડિયોનો જવાબ આપી રહ્યો હતો જ્યાં આવો દાવો કરવામાં આવી રહ્યો હતો. BakLol Video નામના પેજ દ્વારા ફેસબુક પર પોસ્ટ કરવામાં આવેલ આ વીડિયો અત્યાર સુધીમાં લગભગ 2.7 લાખ વ્યૂઝ સાથે વાયરલ થયો છે.
 
સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં સરકાર દ્વારા ટ્વિટર પર તરત જ આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી હતી. PIB દ્વારા આ વિડીયોને ફેક ગણાવવામાં આવ્યો છે અને કહ્યું છે કે, આ વિડીયો ફેક છે. આવું ટ્રાન્જેક્શન શકય નથી. દરેક ટોલ પ્લાઝાનો યુનિક કોડ હોય છે