રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated :નવી દિલ્હી , સોમવાર, 13 મે 2019 (18:38 IST)

Aadhaar સાથે જોડાયેલા 5 મહત્વપૂર્ણ કાર્ય થઈ જશે ઓનલાઈન, UIDAI ની વેબસાઈટ કરશે મદદ

.આજના સમયમાં આધાર કાર્ડ ભારતીય નાગરિકો માટે ખૂબ જરૂરી થઈ ગયુ છે તો તેની સાથે જોડાયેલ બધી માહિતી સાથે અપડેટ રહેવુ પણ ખૂબ જરૂરી છે. જો તમને આધાર સંબંધિત કોઈપણ પ્રકારની માહિતી જોઈએ તો તમે ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ  (UIDAI) ના સર્વિસ પોર્ટલ પર જઈને મેળવી શકો છો.  યૂઆઈડીએઆઈની તરફથી રજુ 12 અંકોનો આઈડેંટિફિકેશન નંબર જ આધાર નંબર છે. આજે અમે તમને 5 એ સર્વિસ વિશે બતાવી રહ્યા છીએ જેનો લાભ આપ ઓનલાઈન ઉઠાવી શકો છો.  
 
એડ્રેસ ઓનલાઈન અપડેટ કરી શકો છો - જો તમે એક સ્થાનેથી બીજા સ્થાને શિફ્ટ કર્યુ છે. તો તમારો એડ્રેસ બદલાય ગયો હશે. આવામાં તમે સીધા કાયદેસર દસ્તાવેજો સાથે કે એડ્રેસનુ સત્યાપન પત્ર સાથે ઓનલાઈન અપડેટ કરી શકો છો.  UIDAIની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને ત્યા માઈ આધાર ટૈબ હેઠળ અપડેટ યોર એડ્રેસ ઓનલાઈનની પસંદગી કરો. તમારા 12 અંકોવાળા આધાર નંબર કે 16 અંકોની વર્ચુઅલ આઈડી સાથે પેજ પર વેરિફિકેશન માટે કૈપ્ચા નોંધાવો અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર પ્રાપ્ત ઓટીપી નોંધાવો. 
 
ચેક આધાર સ્ટેટસ - તમે આધાર માટે અરજી કરી છે અને અત્યાર સુધી તમને આ પ્રાપ્ત નથી થઈ તો તમે ઓનલાઈન તેનુ સ્ટેટ્સ ચેક કરી શકો છો.  UIDAIની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને માઈ આધાર ટૈબ દ્વારા અપડેટ યોર આધારની પસંદગી કરો. આધાર જનરેટ થયુ છે કે નહી આ માટે એનરોલમેંટ આઈડી અને સિક્યોરિટી કોડ નોંધાવો અને સ્ટેટસ ચેક કરો. 
 
આધાર રિપ્રિંટ માટે રિકવેસ્ટ - આધાર રીપ્રિંટ માટે માય આધાર ટૈબ હેઠળ ઓર્ડર આધાર રીપ્રિંટની પસંદગી કરો. આધાર નંબર અને જરૂરી માહિતી નોંધ્યા પછી વર્તમાન મોબાઈલ નંબરને વેરિફાઈ કરો. હવે પેમેંટ કર્યા પછી એસઆરએન મળશે. ત્યારબાદ આધાર લેટર મેંબરના રજિસ્ટર્ડ સરનામા પર પહોચાડવામાં આવશે. 
 
લૉક આધાર બાયોમેટ્રિક ઑર્થેટિકેશન - વેબસાઈટ પર જઈને માય આધાર ટૈબના હેઠળ લૉક/અનલૉક બાયોમેટ્રિક્સ ની પસંદગી કરો. સિક્યોરિટી કોડ સાથે તમારો આધાર યૂઆઈડી/વીઆઈડી નોંધાવો અને સૈડ ઓટીપી પર ક્લિક કરો. ઓટીપી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલાશે. ઓટીપી નોંધાવો અને સબમિટ પર ક્લિક કરો. જરૂરી માહિતી નોંધાવો અને બાયોમેટ્રિક લૉકને એક્ટિવેટ કરવા માટે ઈનેબલ પર ક્લિક કરો. 
 
બાયોમેટ્રિકને અનલૉક કરો.  UIDAIની વેબસાઈટ પર લૉગ ઈન કરો અને અનલૉક પર ક્લિક કરો. જરૂરી માહિતી નોઘાવો અને આગળ વધવા માટે ડિસેબલ પર ક્લિક્કરો. ત્યારબાદ યૂઆઈડીએઆઈ તરફથી મેસેજ આવશે કે યોર બાયોમેટ્રિક લૉક ઈસ ડિસેબલ્ડ.