રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 1 જૂન 2021 (09:31 IST)

એફડી તોડાવી રહ્યા છો તો રોકાવો આ સલાહ માની લેવી ઓછુ થશે નુકશાન

કોરોના મહામારીની બીજી લહેરના કારણે લાખો લોકોને તેમની નોકરી ગુમાવવી પડી છે. તેનાથી આર્થિક સંકટનો સામનો કરનારાઓની સંખ્યા વધી ગઈ છે. લોકો તેમની જરૂરિયાતના ખર્ચ ચલાવવા માટે લોન લેવા કે જમા મૂડીને ખર્ચ કરવા લાચાર છે. તેથી ઘણા બધા લોકો તેમના સાવધિ (એફડી) તોડીને પૈસા કાઢી રહ્યા છે. વિત્તીય વિશેષજ્ઞોનો કહેવુ છે કે જો ઓછા પૈસાની જરૂર છે તો એફડી તોડવાથી સારું હશે કે તેના પર લોન લેવો. 
 
વિશેષજ્ઞોનો કહેવુ ચ્ઝે કે જો તમારી એફડી 1 લાખ રૂપિયાની છે  અને તમને 50 હજારની જરૂર છે તો તમને એફડી પર લોન લેવુ જ યોગ્ય રહેશે. કારણકે તેનાથી તમારી સેવિંગસ બચી પણ રહેશે અને તમારા પૈસાની જરૂર પણ પૂરી થઈ જશે. જો તમને એફડીના પૂર્ણ પૈસાની જરૂર છે તો એફડી તોડાવવા જ યોગ્ય રહેશે કારણ કે તેનાથી તમરા પૈસા થોડી પેનલ્ટી પછી મળી જશે. એફડી પર લોનમાં 80 થી 90 ટકા પૈસા લોનના રૂપમાં મળે છે. 
 
બેંક કઇ વ્યાજ દર પર લોન આપી રહ્યા છે
 
 
બેંક લોન વ્યાજ દર (%) મહત્તમ લોન
 
એસબીઆઈ એફડી રેટ + 1% એફડીના 90% સુધી
 
પંજાબ નેશનલ બેંક એફડી દર + 1% એફડીના 95% સુધી
 
એક્સિસ બેન્ક એફડી રેટ + 2% એફડીના 85% સુધી
 
એચડીએફસી બેંક એફડી દર + 2% એફડીના 90% સુધી
 
બેંક ઓફ બરોડા એફડી રેટ + 2% એફડીના 90% સુધી
 
ભારતીય બેંક એફડી દર + 2% એફડીના 90% સુધી
 
આઈસીઆઈસીઆઈ બેંક એફડી દર + 2-3% એફડીના 90% સુધી
 
ફેડરલ બેંક એફડી રેટ + 2 એફડીના 90% સુધી
 
ઓછું વ્યાજ મળશે
 
જો તને સમયથી પહેલા એફડી તોડાવી રહ્યા છો તો તક્મને તે દરથી જેના પર તમે એફડી કરી છે તે વ્યાજ નહી મળે છે. માન લો કે તમને 2018માં પાંચ વર્ષ માટે 1 લાખ રૂપિયાની એફડી ત્રણ વર્ષ પહેલા 8.5%  ની દરથી કરી પણ ત્રણ વર્ષ પછી તેને કાઢવા ઈચ્છો છો અને અત્યારે 7.5% ની દરથી વર્ષના વ્યાજ મળી રહ્યો છે તો બેંક તમારા પૈસા પર  8.5%  ની દરથી નહી પણ  7.5% ની દરથી વ્યાજ આપશે. 
 
દંડ પણ થશે 
એસબીઆઈમાં જો કોઈ વ્યક્તિ પાંચ લાખની એફડી કરાવે છે અને પરિપક્વ થતા પહેલા પૈસા કાઢે છે તો તેને 0.50% દંડ આપવો પડશે. આ જ રીતે 5 લાખથી વધારે અને એક કરોડથી ઓછી એફડી પર 1 ટકા આપવો પડશે.