ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2023
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By હેતલ કર્નલ|
Last Modified બુધવાર, 23 નવેમ્બર 2022 (09:09 IST)

જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અને અમદાવાદ-વિરમગામ સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર અમદાવાદ-વિરમગામ રેલ ખંડ વચ્ચે સાણંદ અને ગોરા ઘુમા સ્ટેશનો (ડીએફસીસીઆઈએલ) ને કનેક્ટિવિટી પૂરી પાડવાના સંબંધમાં ટ્રાફિક વર્ક ઓર્ડર (TWO)ના કામને કારણે જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અને અમદાવાદ-વિરમગામ સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.
 
1.      તા.22.11.222 થી 26.11.2022 સુધી ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ
 
2.      તા.23.11.222 થી 27.11.2022 સુધી ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ
 
3.      તા.22.11.222 થી 25.11.2022 સુધી ટ્રેન નંબર 09459 અમદાવાદ-વિરમગામ મેમુ સ્પેશિયલ
 
4.      તા.23.11.222 થી 26.11.2022 સુધી ટ્રેન નંબર 09460 વિરમગામ-અમદાવાદ મેમુ સ્પેશિયલ