શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 27 જૂન 2022 (11:03 IST)

Petrol-Diesel Price Today: મોંઘુ થયુ કાચુ તેલ, આજે સવારે જાહેર થઈ નવી કિમંતો

Sri Lanka - Petrol
Petrol-Diesel Price Today: વિશ્વભરના બજારોમાં તેલના ભાવમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. પાછલા અઠવાડિયે 108 ડોલર પ્રતિ બેરલની નીચે આવેલા ક્રૂડ ઓઈલના ભાવ ફરી એકવાર ઉછળ્યા છે. બ્રેન્ટ ક્રૂડનો દર હાલમાં પ્રતિ બેરલ 111 ડોલરની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. ક્રૂડ ઓઈલની કિંમતોમાં સતત વધારાને કારણે પેટ્રોલિયમ કંપનીઓ પર પણ દબાણ વધી રહ્યું છે, પરંતુ ભારતમાં રાહતની પ્રક્રિયા હજુ પણ ચાલી રહી છે.
 
સરકારી તેલ કંપનીઓએ સોમવારે સવારે 6 વાગ્યે પેટ્રોલ-ડીઝલના ભાવની જાહેરાત કરી હતી. હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. દિલ્હીમાં હજુ પણ પેટ્રોલ 96.72 રૂપિયા અને મુંબઈમાં 109.27 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. દેશમાં સૌથી સસ્તા પેટ્રોલની વાત કરીએ તો, તે પોર્ટ બ્લેરમાં છે, જ્યાં તેની કિંમત રૂ. 84.10 અને ડીઝલ રૂ. 79.74 લીટર છે.