ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 30 જાન્યુઆરી 2023 (12:18 IST)

પાકિસ્તાન : ઇસ્લામાબાદ, રાવલપિંડી સહિત ઘણા વિસ્તારોમાં 6.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા

earthquake
ઇસ્લામાબાદ, રાવલપિંડી અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર સહિત દેશના ઘણા વિસ્તારોમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા છે.
 
પાકિસ્તાનના સીસ્મોલૉજિકલ સેન્ટર પ્રમાણે, ભૂકંપનું કેન્દ્ર તાજિકિસ્તાન હતું, સંગઠન પ્રમાણે, ભૂકંપનું ઊંડાણ જમીનની સપાટીના 150 કિલોમીટરે નોંધાયું છે, જ્યારે આની રિક્ટર સ્કૅલ પર તીવ્રતા 6.3 હતી.
 
સીસ્મોલૉજિકલ સેન્ટર પ્રમાણે, બેલ્ટના ઉત્તર અને ઉપરના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાય તેવી શક્યતા છે.
 
અત્યાર સુધી જાનમાલની નુકસાની અંગે કોઈ સમાચાર નથી મળ્યા. વિસ્તૃત જાણકારીની પ્રતીક્ષા છે.