મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: ઈસ્લામાબાદ. , મંગળવાર, 24 જાન્યુઆરી 2023 (11:43 IST)

Pakistan Economic Crisis: 'ગૃહ યુદ્ધ' થી બસ એક કદમ દૂર છે કંગાલ પાકિસ્તાન, 65 લાખ બેરોજગાર યુવાઓ ભારત માટે પણ બનશે મુસીબત ?

Pakistan
પાકિસ્તાનમાં આર્થિક સંકટને કારણે સૌથી વધુ સામાન્ય લોકો પરેશાન છે. મોંઘવારી પોતાના ચરઁ પર છે. જેનાથી લોકો ખાવા પીવાનો સામાન પણ ખરીદી શકતા નથી. આ દરમિયાન બેરોજગારી પણ સતત વધતી જઈ રહી છે. દરરોજ હજારો પાકિસ્તાની પોતાની નોકરી ગુમાવી  રહ્યા છે. વર્ષ 2023માં પણ લાખો લોકોની નોકરીઓ જવાની આશંકા છે. પાકિસ્તાની છાપુ ડૉનની રિપોર્ટ મુજબ વર્ષ 2023માં બેરોજગારોની કુલ સંખ્યા 62.5 લાખના નિકટ હોઈ શકે છે. પાકિસ્તાનમાં કુલ કાર્યબળનો આ 8.5 ટકા છે. 
 
જો આ આંકડો વધે છે તો  નોકરી જનારાઓને અને નવી નોકરી શોધનારાઓની સંખ્યા વધશે. પાકિસ્તાન સરકાર  IMF ની શરતો પૂરી કરવા માટે જલ્દી જ એક મિની બજેટ રજુ કરવા માંગે છે. આ મિની બજેટ પાકિસ્તાન માટે એક મોટો ઝટકો સાબિત થઈ શકે છે.  એવુ એ માટે કારણ કે મિની બજેટમ આં જો  IMFની ભલામણો માનવામા આવી તો ગેસ, વીજળી પેટ્રોલિયમ સહિત તમામ સામાનની કિમંતો વધશે. પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર પણ આ કારણે ઘટશે. 13 જાન્યુઆરી મુજબ પાકિસ્તાન પાસે હવે ફક્ત 4.6 મિલિયન ડૉલરનો વિદેશી મુદ્રા ભંડાર છે. 
 
પાકિસ્તાનમાં વધશે ક્રાઈમ 
 તેથી સરકાર જલ્દીમાં જલ્દી IMF ની તરફથી પેકેજની આશા કરી રહી છે. પાકિસ્તાનના સૌથી ખાસ મિત્ર રાષ્ટ્ર પણ મદદથી પાછળ હટી ચુક્યા છે. એવામાં નક્કી છે કે શહબાજ સરકાર મિની બજેટને ટાળી નથી શકતી. 
મિની બજેટનુ આવવુ સીધી રીતે બેરોજગારીમાં વધારો થશે. પાકિસ્તાનમાં 25 કરોડ લોકો રહે છે. તેમાથી 62.5 લાખ વયસ્ક એવા છે જે કામ કરવા તૈયાર છે પણ તેમની પાસે કોઈ નોકરી નહી રહે. આ આંકડો પાકિસ્તાનમાં સંગઠિત અપરાધને વધવાનો ખતરો પણ ઉભો કરશે. બેરોજગાર યુવા પાકિસ્તાનની નાકમાં દમ કરશે જ સાથે જ ભારત માટે પણ મુસીબતો ઉભી કરશે. 
 
ભારત માટે પણ બની શકે છે મુશ્કેલી 
 
પાકિસ્તાનમાં આતંકી સંગઠન ભારત વિરુદ્ધ ષડયંત્ર રચવા માટે એવા યુવાઓને શોધે છે જેમણે થોડા પૈસાની લાલચમાં આતંકી બનાવી શકાય. જો આટલી મોટી આબાદી બેરોજગાર રહેશે તો તેમાથી અનેક લોકો એવા પણ હશે જે પોતાના પરિવારનુ ભરણ પોષણ કરવા માટે આતંકી બનવુ સ્વીકાર કરશે. 2023માં તો પાકિસ્તાનના આર્થિક હાલત સુધરતા દેખાય રહ્યા નથી. એટલે કે 2024 પણ પાકિસ્તાન માટે ખરાબ જ રહેશે.  પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક મહિનાઓથી રિફાઈનરી, કપડા, લોખંડ, ઓટોમોબાઈલ અને ઉર્વરક સાથે જોડાયેલ ઉત્પાદ બંધ થવાની કગાર પર પહોંચી ગયા છે.