ઈજિપ્તના સર્વોચ્ચ સન્માનથી PM મોદી સન્માનિત
Order of the Nile- આ દરમિયાન ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસીએ કૈરોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'ઓર્ડર ઓફ ધ નાઇલ' એવોર્ડથી સન્માનિત કર્યા.
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈજિપ્તના કૈરોમાં હેલીઓપોલિસ વોર મેમોરિયલ ખાતે પ્રથમ વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઇજિપ્તની રાજધાની કૈરોમાં હેલિઓપોલિસ યુદ્ધ કબ્રસ્તાનની મુલાકાત લીધી હતી અને પ્રથમ વિશ્વ યુદ્ધમાં સર્વોચ્ચ બલિદાન આપનાર ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ અલ-હકીમ મસ્જિદની પણ મુલાકાત લીધી હતી.