1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: કરાંચી. , શુક્રવાર, 5 જૂન 2020 (18:37 IST)

અંડર વર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમ અને તેની પત્ની કોરોના પોઝિટિવ

પાકિસ્તાનમાં છિપાયેલા અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમ અને તેમની પત્ની માહજબીનને કોરોના વાયરસ ટેસ્ટ પોજિટિવ આવ્યો છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ મુજબ દાઉદ અને તેની પત્નીને કરાચીના આર્મી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. દાઉદના પર્સનલ સ્ટાફ અને ગાર્ડસને પણ ક્વારંટીન કરવામાં આવ્યા છે. 
 
પાકિસ્તાનના કરાચીમાં કોરોના વાયરસનો વ્યાપ દિવસે ને દિવસે વધી રહ્યો છે. અહીં મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. જોકે, પાકિસ્તાન તરફથી આ વાતને વારંવાર નકારવામાં આવી રહી છે. પરંતુ અત્યંત કડક સુરક્ષા ઘેરા વચ્ચે રહેતા અંડરવલ્ડ ડૉન દાઉદ અને તેની પત્નીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પાકિસ્તાનની પોલ ખુલી ગઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બંનેને સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.
 
દાઉદ અને તેની પત્નીને કરાંચી ખાતે આવેલી પાકિસ્તાની મિલિટરી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો છે. દાઉદ અને પત્નીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમના ઘરમાં કામ કરનારા તમામ કર્મચારીઓને ક્વૉરન્ટીન કરી દેવામાં આવ્યા છે.