1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 26 એપ્રિલ 2013 (11:53 IST)

રામદેવ પાસેથી શુ ગુરૂમંત્ર લેશે નરેન્દ્ર મોદી ?

P.R
.
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને શુક્રવારે યોગ ગુરૂ બાબા રામદેવના પતાંજલિ યોગપીઠમાં થનારા એક કાર્યક્રમમાં મુખ્ય અતિથિના રૂપમાં બોલાવવામાં આવ્યા છે. મોદી હરિદ્વાર પહોંચી ચુક્યા છે અને હી તેઓ હરિદ્વારમાં ઘણા સંતોની સાથે મુલાકાત પણ કરશે.

- અહી તેઓ રામદેવના ગુરૂકુળનુ ઉદ્દઘાટન કર્યા બાદ 12:13 વાગ્યે લોકોને સંબોધિત કરશે

રામદેવના પતાંજલિ યોગપીઠમાં આચાર્યકુલમ નામથી ગુરૂકુળની શરૂઆત કરવામાં આવી રહી છે. રામદેવના ગુરૂકુળમાં બાળકોને વૈદિક માન સાથે આધુનિક શિક્ષા પણ આપવામાં આવશે.

ઉત્તરાખંડ કોંગ્રેસે મોદીના હરિદ્વારા પ્રવાસનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે.

પોતાના સંસ્થાના ઉદ્દઘાટનમાં મોદીને બોલાવવા અંગે પૂછવામાં આવેલ પ્રશ્નો પર રામદેવે કહ્યુ કે મોદી આધ્યાત્મિક વિચારના વ્યક્તિ છે. આ જ કારણે તેઓને કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છેકે 26 એપ્રિલના રોજ હરિદ્વારમાં બાબા રામદેવના શિક્ષણ સંસ્થા આચાર્યકુલમનુ ઉદ્દઘાટન થવા જઈ રહ્યુ છે.

જો કે આ કાર્યક્રમમાં મોદીને બોલાવવાથી આ વાત પર અટકળો શરૂ થઈ ગઈ છે કે ક્યાક ગુરૂકુળના બહાને મોદીને ગુરૂમંત્ર આપવાની તૈયારી તો નથી થઈ રહી. બાબા રામદેવનુ કહેવુ છે કે જ્યા સુધી નરેન્દ્ર મોદીનો સવાલ છે, આ નિરાશભર્યા દેશના વાતાવરણમાં તેઓ આશા વિશ્વાસની સાથે સાહસના પ્રતિક બની ઉભર્યા છે.