1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By નવી દિલ્હી|
Last Modified: શુક્રવાર, 12 સપ્ટેમ્બર 2014 (10:16 IST)

ભારતમાં બીઝનેસ કરવો મુશ્કેલ - વોડાફોન

એક વૈશ્વિક દૂરસંચાર કંપનીની ભારતીય એકમના મુખ્ય અધિકારીએ કહ્યુ કે દેશમાં બિઝનેસ કરવો મુશ્કેલ છે. ઈક્નોમિસ્ટ ઈંડિયા સંમેલનમાં વોડાફોન ઈંડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી અને પ્રબંધ નિદેશક માર્ટિન પીટર્સે કહ્યુ કે હા, ભારતમાં બિઝનેસ કરવો મુશ્કેલ છે. મારા ખ્યાલથી વિદેશી કંપનીઓના આ મુખ્ય વિચાર છે. અને અહી સ્થિતિ ફક્ત દૂરસંચાર  ક્ષેત્રમાં જ નથી.  
 
પાટર્સે જો કે કહ્યુ કે ફક્ત કેટલાક અવરોધોને હટાવીને ભારતમાં વ્યવસાય કરવો સરળ બનાવી શકાય છે. વોડાફોન દુનિયાની બીજી સૌથી મોટી દૂરસંચાર કંપની છે. કંપનીના દેશની સરકાર સાથે કર સંબંધી વિવાદ ચાલી રહ્યો છે. વોડાફોને 2007માં એક ભારતીય કંપનીની દૂરસંચાર સંપત્તિ ખરીદી હતી. જેના પર સરકારે કંપની પર 20 હજાર કરોડ રૂપિયાની અગાઉની તિથિથી લાગનારો કર લગાવ્યો છે.  
 
કંપનીએ પહેલા કહ્યુ છે કે આ વિવાદના સમાધાન માટે તે આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતાના રસ્તે ચાલતી રહેશે. દેશમાં દૂરસંચાર ઉદ્યોગની સ્થિતિ વિકટ છે.  જો તમે આંતરરાષ્ટ્રીય નજરિયાથે એજોશો તો દેશમાં દૂરસંચાર  ઉદ્યોગ બદહાલ છે. અને તેનુ કારણ  શક્યત છેલ્લા કેટલાક સમયથી બનેલ આ વિચાર છે કે જેટલી વધુ પ્રતિસ્પર્ધા હશે. એટલુ સારુ હશે.