રવિવાર, 10 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : સોમવાર, 15 જાન્યુઆરી 2024 (14:35 IST)

Chana Dal Recipe: ઢાબા સ્ટાઈલમાં બનાવો ચણા દાળ

Chana Dal Recipe
- ચણાની દાળ વજન ઘટાડે છે 
- ચણાની દાળ ખાવાથી ઈમ્યુનિટી વધે છે 
- ચણાની દાળ બધી દાળમાં સૌથી સસ્તી છે 
Chana Dal Recipe


Chana Dal Recipe દાળ એવી ડિશ છે જેને કદાચ જ કોઈ પસંદ ન કરતુ હોય. જુદા જુદા પ્રકારણી દાળને લોકો પોત પોતાની રીતે બનાવે છે. લાઈટ ફુડના મામલે તો તેની કોઈ તો તેની કોઈ કોમ્પટીશન નથી. આજે અમે તમને ચણા દાળની એક એવી રેસીપી બતાવીશુ જેનાથી જો આ દાળ કોઈને ન ભાવતી હોય તેની પણ ફેવરેટ બની જશે. તો આવો જાણીએ ચણાદાળ રેસીપી.  
 
 
સામગ્રીઃ ચણાની દાળ - 1 કપ
પાણી - 3 કપ
આદુ-લસણની પેસ્ટ - 1/2 ચમચી
સમારેલા ટામેટાં - 1 નાની વાટકી
સમારેલી ડુંગળી - 1 નાની વાટકી
ગરમ મસાલો - 1 ચમચી
લાલ મરચું પાવડર - સ્વાદ મુજબ
મીઠું - સ્વાદ મુજબ
ધાણા પાવડર - 1 ચમચી
હળદર પાવડર - 1/2 ચમચી
તેલ - 2 ચમચી
 
બનાવવાની વિધિ :
 
- એક કપ ચણાની દાળ લો, તેને ધોઈ લો અને તેને પ્રેશર કૂકરમાં ઉકાળવા માટે મુકો. તેને 3 કપ પાણી સાથે ઉકાળો. જ્યારે તે ઉકળે, ત્યારે તેમાં 1/2 ચમચી હળદર પાવડર નાખો અને પ્રેશર કૂકરને ફરીથી બંધ કરો, હવે દાળને 5-6 સીટી સુધી બાફી લો. 
 
આ પછી એક તપેલી લો અને તેમાં વધાર તૈયાર કરો. આ માટે ગરમ તેલમાં આદુ-લસણની પેસ્ટ નાખીને તેને સાંતળો. જો તમને કઢી લીમડાનો સ્વાદ ગમતો હોય તો તેને આ વધારમાં નાખો.
 
હવે આ પેસ્ટમાં બારીક સમારેલા ટામેટાં અને ડુંગળી ઉમેરો. સારી રીતે મિક્સ કરો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પકાવો.  ટામેટા બફાય પછી તેમાં ધાણા પાવડર, ગરમ મસાલો, લાલ મરચું પાવડર અને સ્વાદ મુજબ મીઠું નાખો. સારી રીતે મિક્સ કરો અને મસાલાને ફ્રાય કરો.
 
આ પછી, આ વધારમાં બાફેલી દાળ મિક્સ કરો અને 5 મિનિટ ઉકળવા દો. 
 
હવે તમારી ચણાની દાળ તૈયાર છે. તેને કોથમીરથી ગાર્નિશ કરીને ગરમા-ગરમ સર્વ કરો. તમે વિશ્વાસ કરો કે તે તમને રોટલી કે ભાત બંને સાથે ખાવાથી અદ્ભુત ઢાબાનો ટેસ્ટ આવશે.