શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : શનિવાર, 15 જાન્યુઆરી 2022 (20:54 IST)

વિરાટ કોહલીએ છોડી ટેસ્ટ ટીમની કપ્તાની, દક્ષિણ આફ્રિકા સામે સીરીજ હાર્યા પછી ઉઠાવ્યુ પગલુ

વિરાટ કોહલી (Virat Kohli) એ  શનિવારે ભારતની ટેસ્ટ ટીમ  (Indian Cricket Team) ની કપ્તાની છોડવાનો નિર્ણય કર્યો છે. તેમણે આ માહિતી એક નિવેદન દ્વારા આપી. ભારતને તાજેતરમાં જ સાઉથ આફ્રિકા (South Africa) ના હાથે ત્રણ મેચોની શ્રેણીમાં 2-2થી માત ખાવી પડી હતી.  કોહલીએ ICC T20 વર્લ્ડ કપ પહેલા T20 ટીમની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો હતો. આ પછી પસંદગીકારોએ તેને ODI ટીમના સુકાનીપદેથી હટાવી દીધો હતો. હવે કોહલીએ ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ પણ છોડી દીધી છે.
 
તાજેતરના સમયમાં વિરાટે તેની દરેક ટીમની કેપ્ટનશીપ છોડી દીધી છે અથવા તો તેને હટાવી દેવામાં આવ્યો છે. વિરાટ IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કેપ્ટન પણ હતો પરંતુ તે પોતાની ટીમ માટે એક પણ ટાઇટલ મેળવી શક્યો ન હતો અને તેથી તેણે IPL-2021 પછી આ ટીમની કેપ્ટનશીપ છોડી દીધી હતી.