રવિવાર, 28 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : બુધવાર, 15 ડિસેમ્બર 2021 (12:50 IST)

ગેમ ઈઝ ફર્સ્ટ અનુરાગ ઠાકુરે વિરાટ કોહલીને આપી ચેતાવણી ? વિરાટ આજે પ્રેસ કૉન્ફ્રેસમાં આપશે દરેક સવાલનો જવાબ

વિરાટ કોહલી અને રોહિત શર્માની વચ્ચે વનડે ટીમની કપ્તાનીને લઈને ચાલી રહેલ વિવાદ સતત વધતો જઈ રહ્યો છે. બંને ખેલાડીઓ વચ્ચે જે વિવાદની અટકળો છે, તેના પર રમત મંત્રી અનુરાગ ઠાકુરે પોતાનુ રિએક્શન આપ્યુ છે. તેમણે બુધવારે એનએનઆઈ સાથે વાઅત કરતા અપ્રત્યક્ષ રૂપે વિરાટને ચેતાવણી આપી અને કહ્યુ,  રમતથી મોટુ કોઈ નથી. કોઈ ખેલાડીની વચ્ચે શુ ચાલી રહ્યુ છે હુ તેની માહિતી નથી આપી શકતો. આ તેમની સાથે સંબંધિત એશોસિએશન કે સંસ્થાની જવાબદારી છે. આ યોગ્ય રહેશે કે તેઓ આ અંગે માહિતી આપે. 

 
કપ્તાન પદ પરથી હટાવવાની વાતને વિરાટે નોર્મલી ન લીધુ 
 
આ મામલે ઈનસાઈડ સ્પોર્ટને આપેલ ઈન્ટરવ્યુમાં બીસીસીઆઈ અધિકારીએ કહ્યુ, વિરાટે આ વાતને (વનડે કપ્તાની પદ પરથી હટાવવા)ને હળવામાં લીધુ નથી. તેમણે વનડે શ્રેણીમાંથી હટવાનો નિર્ણય ફેમિલી સાથે સમય વિતાવવા માટે લીધો છે. પરંતુ કોઈપણ અનાડી નથી. જે કંઈ પણ થઈ રહ્યુ છે તે બિલકુલ સ્વીકાર્ય નથી. જે દિવસથી રોહિત શર્માને વનડે કપ્તાન બનાવવાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારબાદથી તેને લઈને ખૂબ વિવાદ થઈ રહ્યા છે. વિરાટે ટી-20 વર્લ્ડ કપ 2021 પહેલા કહ્યુ હતુ કે તે આ ટુર્નામેંટ પછી ટી20 ફોર્મેટની કપ્તાની છોડી દેશે. જ્યારે કે  વનડે અને ટેસ્ટ ટીમના કપ્તાન બન્યા રહેશે. 
 
દક્ષિણ આફ્રિકા પ્રવાસ પછી બંને કપ્તાન સાથે થશે વાત 
 
બીસીસીઆઈએ રોહિતને વનડે કપ્તાન બનાવ્યા અને તેના એક દિવસ પછી બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ તેને લઈને સફાઈ આપી કે વિરાટ સાથે આ અંગે વાત કરવામા આવી હતી. વાઈટ બોલ ક્રિકેટમાં બે કપ્તાન શક્ય નથી. તેથી ટી 20 ટીમ પછી રોહિતને વનડે ટીમની કપ્તાની પણ આપવામાં આવી. જેના પર બીસીસીઆઈ અધિકારીએ કહ્યુ દક્ષિણ આફ્રિકા પ્રવાસ પછી અમે બંને કપ્તાનો સાથે બેસીશુ અને આગળનો રસ્તો કાઢીશુ. વિરાટને વનડે ટીમમાંથી હટાવવા ટીમના ભલા માટે કરવામાં આવ્યુ છે અને તેના પર વિરાટે આવા ખુદગર્જ થઈને રિએક્ટ ન કરવુ જોઈએ. તેમણે ટીમમાં મોટુ યોગદાન આપ્યુ છે અને હંમેશા ટીમને આગળ રાખી છે. જે કંઈ પણ થઈ  રહ્યુ છે તે ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે. 
 
વનડે કપ્તાની છિનવાઈ જવા અંગે આજે મીડિયા સાથે વાત કરશે વિરાટ 
 
રોહિત સાથે વિવાદ અને દક્ષિણ આફ્રિકા વિરુધ ત્રણ મેચોની વનડે શ્રેણીમાંથી હટવા જેવા સવાલોના જવાબ આપવા માટે વિરાટ કોહલી પોતે મીડિયા સાથે વાત કરવાના છે.  મીડિયા રિપોર્ટ મુજબ તેમની આ પ્રેસ કૉન્ફ્રેસ આજે બપોરે એક વાગે શરૂ થવાની છે. દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે 16 ડિસેમ્બરે ટીમ રવાના થવાની છે. તો આવામાં આ પ્રેસ કૉન્ફ્રેસનુ મહત્વ ખૂબ વધી જાય છે.  આ સમય વિરાટ પાસેથી દરેક જાણવા માંગે છે કે શુ તેઓ વનડેના કપ્તાન તરીકે રહેવા માંગે છે કે નહી. સાથે જ ફેંસને મનમાં એ પણ સવાલ છે કે શુ વનડે કપ્તાની પરથી હટાવતા પહેલા સિલેક્ટર્સ એ તેમની સાથે વાત કરી હતી કે નહી.