ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 23 નવેમ્બર 2018 (13:05 IST)

આવી રહી છે નૈનોથી પણ નાની 'ક્યૂટ' કાર, જાણો તેના વિશે સંપૂર્ણ માહિતી

અત્યાર સુધી ફક્ત ઈંટરનેશનલ માર્કેટમાં એક્સપોર્ટ કરવામાં આવી રહેલ મેડ ઈન ઈંડિયા Bajaj Qute હવે ભારતીય રસ્તાઓ પર પણ દોડતી જોવા મળશે.  સરકારે આ ચાર પૈડાવાળી ક્વાડ્રિસાઈકલ (એક પ્રકારની કાર)ને વ્યક્તિગત રૂપે વાપરવાની મંજુરી આપી દીધી છે. ટ્રાસપોર્ટ મિનિસ્ટ્રીએ ક્વાડ્રિસાઈક વિશે નોટિફિકેશન પણ આપી દીધી છે. આવો તમને નૈનોથી પણ નાની 'ક્યૂટ' કારની ડિટેલ્સ બતાવીએ.. 
Bajaj Quteએ  વર્ષ 2012ના ઓટો એક્સપોમાં રજુ કરી હતી . એ અમયે તેને  RE60 કોડનેમથી રજુ કરવામાં આવી હતી 
- તેમા 216cc, સિંગલ સિલેંડર, વોટર કુલ્ડ પેટ્રોલ એંજિન આપવામાં આવ્યુ છે જે 13 Ps ની પાવર અને 18.9 Nm ટોર્ક જનરેટ કરે છે.  ક્યૂટના એંજિનને મોટરસાઈકલ જેવા 5 સ્પીડ ગિયરબોક્સથી લૈસ કરવામાં આવ્યુ છે. તેમા સીએનજી અને એલપીજી ફ્યૂલના પણ ઓપ્શંસ મળશે. 
બજાજનો દાવો છે કે Qute ક્વાડ્રિસાઈકલ 70 કિલોમીટર પ્રતિ કલાકની ટૉપ સ્પીડથી દોડી શકે છે અને આ 35 કિલોમીટર પ્રતિ લીટરનુ માઈલેજ આપી શકે છે. 
ટ્રાસપોર્ટ મિનિસ્ટ્રી મુજબ ક્વાડ્રિસાઈકલ કેટિગરીની બીઈકલ એક્સપ્રેસવે પર નહી ચાલી શકે. જો કે તેની ટૉપ સ્પીડ 70 કિલોમીટર પ્રતિકલાક છે. પણ ચાર કે તેનાથી વધુ લેનવાલા હાઈવે પર પણ તેને 60 કિલોમીટર પ્રતિકલાકથી વધુ ગતિ પર નહી ચલાવી શકાય. શહેરોમાં તેની અધિકતમ ગતિ 50 કિમી પ્રતિકલાક નક્કી કરવામાં આવી છે. 
ક્યૂટની લંબાઈ 2752 mm, પહોળાઈ 1312 mm  અને ઊંચાઈ 1652 mm છે. તેનુ વીલબેસ 1925 mm આપવામાં આવ્યુ છે. તેનુ ટર્નિંગ રેડિયસ ફક્ત 3.5 મીટર છે. જેનુ કારણસર આ ગાડી ભીડભાડવાળા સ્થાન પર ખૂબ કામની સાબિત થઈ શકે છે. 
ચાર પેસેજર્સ માટે બનેલ આ વાહનમાં 2+2 નુ કંફિગરેશા આપવામાં આવ્યુ છે. તેનુ વજન માત્ર 400 કિલોગ્રામ રહેશે. 
તેની કિમંત 1.5 લાખથી 2 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. બજાજ ઓટોએ તેને ગ્રીન કાર હોવાનો દાવો પણ કર્યો છે.