સામાન્ય બજેટ 2018 - બિટકોઈન રાખનારાઓને જેટલીએ આપ્યો ઝટકો, થશે કરોડોનુ નુકશાન

Last Modified ગુરુવાર, 1 ફેબ્રુઆરી 2018 (14:08 IST)
અરણ જેટલીના બજેટ પર આખુ દેશ આંખો તાકીને બેસ્યુ હતુ.
થોડા દિવસો પહેલા દેશની અર્થવ્યવસ્થામાં જે થોડો ફેરફાર થયો હતો તો આશા હતી કે સરકાર તેને લઈને મોટુ પગલુ ઉઠાવશે.
તાજેતરમાં જ દેશમાં બિટકૉઈનને લઈને ખૂબ ચર્ચા થઈ. રિપોર્ટ્સમાં સામે આવ્યુ કે
ક્રિપ્ટો કરંસીના નામ પર મોટી માત્રામાં કાળા ધનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેના પર સરકારે પહેલા પણ સ્પષ્ટ કર્યુ હતુ કે આ પ્રકારની કરેંસી ભારતમાં કાયદેસર રીતે માન્ય નથી.

આ કડીમાં નાણાકીય મંત્રીએ બજેટ ભાષણ દરમિયાન એક વાર ફરી સ્પષ્ટ કર્યુ કે કે પછી આ પ્રકારની કોઈપણ ક્રિપ્ટો કરેંસી ભારતમાં માન્ય નથી. સરકારના આ એલાન પછી એ લોકોને મોટો ઝટકો લાગશે જેમને બિટકોઈનમાં રોકાણ કર્યુ હતુ. મતલબ કે બજારમાં લાખો લોકોના કરોડો અને અરબોનુ નુકશાન થશે.


આ પણ વાંચો :