ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શનિવાર, 3 ઑગસ્ટ 2019 (15:31 IST)

INDvsWI, 1st T20: ધોનીની ગેરહાજરી ઋષભ પંત માટે મોટી તક - વિરાટ કોહલી

ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીએ વેસ્ટઈંડિઝના વિરુદ્ધ રમાનારી ટી 20 આંતરરાષ્ટ્રીય શ્રેણીના શરૂઆતના મુકાબલા પહેલા કહ્યુ કે વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતની પાસે ત્રણેય પ્રારૂપમાં પોતાની યોગ્યતા સાબિત કરવાનો સમય આવી ગયો છે. ટીમ ઈંડિયાના અનુભવી વિકેટ કિપર બેટ્સમેન મહેન્દ સિંહ ધોનીના ભવિષ્યને લઈને સ્પષ્ટતા નથી. જેથી પંત હવે ત્રણેય પ્રારૂપમાં પસંદગીનો વિકલ્પ બની ગયા છે. પસંદગીકારો દ્વારા વેસ્ટઈંડિઝના પ્રવાસ માટે પસંદગી કર્યા પછી મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે પણ આ તરફ ઈશારો કર્યો. 
 
વિરાટ કોહલીએ મેચની પૂર્વ સંધ્યા પર શુક્રવારે કહ્યુ - આ ઋષભ પંત જેવા કોઈ ખેલાડી માટે સારી તક છે. જો તેઓ પોતાની સાખ મુજબ રમે છે તો તેઓ હકીકતમાં ઘણી બધી આંતરાષ્ટ્રીય મેચ રમી શકે છે.   તેમને આ સ્તર પર પોતાની ક્ષમતા બતાવવી પડશે. 
 
વિરાટે કહ્યુ કે - અમને તેની ક્ષમતા વિશે જાણ છે અને અમે બધા ઈચ્છીએ છીએ કે તે ભારતીય ક્રિકેટ ટીમમાં સતત સારુ પ્રદર્શન કરે.  એમએસ ધોનીનો અનુભવ હંમેશા એક ખૂબ જ મહત્વપૂર્ણ કારક રહ્યો છે. પણ આ યુવા ખેલાડીઓ માટે શાનદાર તક છે. જે માટે તેમણે તૈયાર રહેવુ જોઈએ. 
 
 
વિરાટ કોહલી પહેલા જ કહી ચુક્યા છે કે આ પ્રવાસ શ્રેયસ ઐય્યર અને મનીષ પાંડે જેવા ખેલાડીઓ માટે એક સારી તક છે. જે વનડે મેચોમાં ભારતના મધ્યક્રમમાં તક બનાવવા માટે દાવો રજુ કરશે. 
 
ગયા મહિને વિશ્વ કપની સેમીફાઈનલમાં ન્યુઝીલેંડ સામે હાર્યા પછી ટીમ શનિવારે અહી રમાંનારી ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ માટે મેદાનમાં ઉતરશે.  કોહલીએ કહ્યુ, વિશ્વકપથી બહાર થયા પછી થોડા દિવસ ખૂબ મુશ્કેલ ગયા.  જ્યા સુધી ટુર્નામેંટ ખતમ નહોતી થઈ.  ત્યા સુધી જ્યારે અમે જાગતા હતા ત્યારે સવારે સૌથી ખરાબ એહસાસ થતો હતો.  અમે ખેલાડી છે અને અમે એ હારથી આગળ વધી ગયા. દરેક ટીમે આગળ વધવાનુ હોય છે.