ગુરુવાર, 10 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2020
Written By
Last Modified: શનિવાર, 14 મે 2022 (01:05 IST)

IPL 2022 - રોયલ ચેલેજર્સ બેંગલોરને હરાવીને પંજાબ કિંગ્સની પ્લે ઓફની આશા જીવંત, RCB બીજાને ભરોસે

પંજાબ કિંગ્સે શુક્રવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને 54 રને હરાવ્યું. જોની બેરસ્ટો (66) અને લિયામ લિવગ્સ્ટેઇન (70)ની વિસ્ફોટક અડધી સદીઓ બાદ બોલરોના શાનદાર પ્રદર્શનથી પંજાબ કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવીને પ્લેઓફમાં પહોંચવાની તેમની આશા જીવંત રાખી હતી.
 
પંજાબે 20 ઓવરમાં નવ વિકેટે 209 રનનો મજબૂત સ્કોર બનાવ્યો અને ત્યાર બાદ બેંગ્લોરને 20 ઓવરમાં નવ વિકેટે 155 રન પર રોકી દીધું. પંજાબની 12 મેચોમાં આ છઠ્ઠી જીત છે અને તે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે. બેંગલુરુને 13 મેચમાં છઠ્ઠી હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ તે ચોથા સ્થાને રહી હતી. બેંગલુરુએ તેમની પ્લેઓફની આશાઓ માટે કોઈપણ ભોગે તેમની છેલ્લી મેચ જીતવી પડશે.
 
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પંજાબે તોફાની શરૂઆત કરી અને પાવરપ્લેમાં બેંગ્લોરના બોલરોને હંફાવી નાખ્યા.  જ્યારે શિખર ધવન પાંચમી ઓવરના છેલ્લા બોલ પર પ્રથમ બેટ્સમેન તરીકે આઉટ થયો ત્યારે પંજાબનો સ્કોર 60 રન સુધી પહોંચી ગયો હતો. કિલર સ્ટાઈલમાં બેટિંગ કરતા બેયરસ્ટોએ માત્ર 29 બોલમાં ચાર ચોગ્ગા અને સાત છગ્ગાની મદદથી 66 રન બનાવ્યા હતા. શિખર 15 બોલમાં 21 રન બનાવીને આઉટ થયો હતો.