1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2021
Written By
Last Updated : બુધવાર, 14 એપ્રિલ 2021 (10:29 IST)

IPL 2021 KKR vs MI: કેકેઆરની હાર પર ભડક્યા શાહરૂખ ખાન, ટ્વીટ કરી ફેંસ પાસે માંગી માફી

ઈંડિયન પ્રીમિયર લીગ 2021માં મંગળવારે જે રીતે કલકત્તા નાઈટ રાઈડર્સે મુંબઈ ઈંડિયંસ વિરુદ્ધ જીતીને મેચ ગુમાવી છે, તેનાથી ટીમના કો-ઓનર અને બોલીવુડ સુપર સ્ટાર શાહરૂખ ખાન ખૂબ જ નિરાશ છે. શાહરૂખે ટ્વિટર દ્વારા ફેંસ પાસે માફી માંગી. કેકેઆરએ ટોસ જીતીને મુંબઈ ઈન્ડિયન્સને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ચેન્નઇના એમએ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે મેચ રમવામાં આવી, જેમાં મુંબઇ ઇન્ડિયન્સ 152 રનમાં ઓલઆઉટ થઈ ગયુ હતુ.  આન્દ્રે રસેલે પાંચ વિકેટ લીધી હતી અને મુંબઈ ઈન્ડિયન્સ તરફથી સૂર્યકુમાર યાદવ સર્વશ્રેષ્ઠ સ્કોર કર્યો  હતો, તેણે 36 બોલમાં 56 રનની ઇનિંગ્સ રમી હતી.

 
જેના જવાબમાં KKRએ શાનદાર શરૂઆત કરી હતી,  નીતિશ રાણા અને શુભમન ગિલે પ્રથમ વિકેટ માટે 72 રનની ભાગીદારી કરી. શુભમન ગિલ 33 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી, એક પછી એક વિકેટ પડતી રહી અને કે.કે.આર.ની ટીમ 20 ઓવરમાં સાત વિકેટે 142 રન જ બનાવી શકી. નીતીશ રાણા 47 બોલમાં 57 રન બનાવીને આઉટ થયો હતો. રાહુલ ચાહરે મેચની બાજી ફેરવી નાખી તેણે શુભમન ગિલ, રાહુલ ત્રિપાઠી, ઇઓન મોર્ગન અને નીતીશ રાણાને આઉટ કરીને મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને કમબેક કરાવ્યુ. 
 
ત્યારબાદ જસપ્રીત બુમરાહે ટ્રેંટ બોલ્ટ અને કુણાલ પંડ્યાને ડેથ ઓવરમાં શ્રેષ્ઠ બોલિંગ કરી અને મુંબઈ ઈંડિયંસને હારેલી મેચ જીતાવી દીધી. મેચ પછી શાહરૂખે ટ્વિટ કર્યુ, "નિરાશાજનક પ્રદર્શન, હું ફક્ત કેકેઆરના ફેંસને એટલું જ કહી શકું કે માફ કરો".