શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 22 સપ્ટેમ્બર 2020 (11:09 IST)

Rajkot News - રાજકોટમાં ચા પીતા કિર્તીદાન ગઢવી માસ્ક વિના દેખાતા શું પોલીસે દંડ ફટકાર્યો?, જાણો વાયરલ મેસેજનો ખુલાસો

રાજ્યમાં પ્રવર્તી રહેલા કોરોના વાયરસના ભય વચ્ચે રાજકોટ શહેર પોલીસ લોકડાઉન દરમિયાન ગુજરાતના જાણિતા લોકગાયક કિર્તીદાન ગઢવીની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂંક કરી હતી. ત્યારે ગઇકાલે માસ્ક વિના બેઠેલા કિર્તીદાન ગઢવીને એક હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હોવાની વાત વહેતી થઇ હતી. આ વાતને લઇને હાલ એક ખુલાસો થયો છે. 
 
મળતી માહિતી અનુસાર ગઇકાલે સાંજ રાજકોટ શહેરના રેસકોર્સ રીંગરોડ પર કિર્તીદાન ગઢવી તેમની પત્ની સાથી વોકિંગ પર નિકળ્યા હતા. ત્યારે તેમને જોઇને તેમના પ્રશંસકો અને મિત્રો એકઠા થઇ ગયા હતા. જેને જોઇને પોલીસ પણ દોડી આવી હતી. અને તેમણે માસ્ક ન પહેર્યું હોવાથી દંડ ફટકારવામાં આવ્યો હોવાની વાત વહેતી હતી. જેને લઇને કિર્તીદાન ખુલાસો કર્યો હતો. 
 
કિર્તીદાન ગઢવીએ જણાવ્યું હતું કે ગઇકાલે સાંજે હું અને મારા પત્ની સાંજે વોકિંગ પર નિકળ્યા હતા. તે સમયે ચા પીવા માટે ઉભો રહ્યો હતો. ત્યારે કેટલાક પ્રશંસકો અને સગા સંબંધીઓ મને જોઇને ઉભા રહ્યા હતા. અને જેથી પોલીસ પર આવી ગઇ હતી. પોલીસ આવતા વધુ લોકો ભેગા થયા હતા જેથી હું ત્યાંથી નિકળી ગયો હતો. મેં માસ્ક પહેરેલું હતું અને દંડની વાત ખોટી છે. એક જવાબદાર નાગરિક છું. મેં માત્ર ચા પીવા માટે માસ્ક ઉતાર્યું હતું. કિર્તીદાને માસ્કનો દંડ કે આવી કોઈ કાર્યવાહી પોલીસ દ્વારા કરાઈ નથી. સોશિયલ મીડિયા પર વાયરસલ મેસેજથી ચર્ચાનો વિષ્ય બન્યો હતો.