બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Updated :જકાર્તા. , મંગળવાર, 28 ઑગસ્ટ 2018 (13:38 IST)

Asian Games 2018: તીરંદાજીમાં ભારતીય મહિલા ટીમે જીત્યો સિલ્વર મેડલ

ભારતીય કંપાઉંડ મહિલા તીરંદાજી ટીમે સારી શરૂઆત છતા અંતિમ સમયમાં કેટલીક ભૂલોનુ નુકશાન ઉઠાવવુ પડ્યુ અને તે કોરિયા વિરુદ્ધ અહી 18માં એશિયાઈ રમતની તીરંદાજી સ્પર્ધાના ફાઈનલમાં 228-231 થી પરાજીત થઈ ગઈ. જેનાથી તેને રજત પદકથી સંતોષ કરવો પડ્યો. આ રમતમાં ભારતનો તીરંદાજીમાં% પ્રથમ પદક પણ છે. 
 
મુસ્કાન કિરણ, મધુમિતા કુમારી અને જ્યોતિ સુરેખાની ભારતીય મહિલા કંપાઉંડ તીરંદાજી ટીમે કોરિયાઈ ટીમને મોટી ટક્કર આપી અને પ્રથમ સેટ  59-57થી પોતાને નામે કર્યો. પણ બીજ સેટમાં તે બે અંક પછડાઈને 56-58થી હારી ગઈ. 
 
ત્રીજો સેટ પણ રોમાંચક રહ્યો જેમા બંને ટીમો 58-58 ની બરાબરી પર રહી. ચોથા નિર્ણાયક સેટમાં જો કે કોરિયાઈ ટીમ ખૂબ આત્મવિશ્વાસ સાથે જોવા મળી અને તેણે શરૂઆતમાં જ બે પરફેક્ટ 10 સાથે 20-0ની બઢત બનાવી લીધી. 
 
ભારતીય ખેલાડી મુસ્કાન કિરણે પહેલા બે તીરો પર 9-9ના શૉટ લગાવ્યા. જો કે ત્રીજા શોટ પર પરફેક્ટ 10થી ભારતને થોડી રાહત મળી પણ આગળના બે તીર પર 8 અને 9ના શૉટથી તે સુવર્ણ પદકથી દૂર થયુ.  અંતિમ તીર પર જ્યોતિ સુરેખાએ 10નો સ્કોર કર્યો અને ભારતીય ટીમ આ સેટ 55-58થી હારીને સુવર્ણ પદક ગુમાવી બેસી.