બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 3 ઑક્ટોબર 2017 (15:23 IST)

GSTથી લોકો કંટાળ્યા, નવા મકાનોની ખરીદી પર બ્રેક વાગી

સરકાર સસ્તા ભાવે મકાનો આપવા માટે ઝુંબેશ ચલાવી રહી છે અને ૨૦૨૨ની સાલ સુધીમાં દેશના ૫ કરોડ લોકોને ઘર આપવાના વચન આપતી ફરી રહી છે ત્યારે જ નવા પ્રોજેક્ટ હેઠળ બિલ્ડિંગ યુઝની પરમિશન મળ્યા પૂર્વે વેચાતા ફ્લેટ્સ પર ૧૨ ટકા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લગાડવામાં આવતા મારે પણ એક ઘર હોયનું સપનું સાકાર કરવું મધ્યમ વર્ગની જનતા માટે દોહ્યલું બની ગયું છે. આજે માત્ર ૨૦ લાખની કિંમતના મકાન પર ૨.૪૦ લાખ ગુડ્સ એન્ડ સર્વિસટેક્સ લાગે છે. તદુપરાંત રૃા. ૧.૨૦ લાખ સ્ટેમ્પ ડયૂટી અને રજિસ્ટ્રેશન ફી ચૂકવવા માટે ખર્ચવા પડે છે. આમ મકાનની કુલ કિંમતના ૧૮ ટકા રકમ ટેક્સ પેટે ચૂકવવી પડી રહી છે. પરિણામ પોતાની માલિકીનું ઘર કરવાનું સપનું મધ્યમ વર્ગના લોકો સાકાર કરી શકતા નથી. બિલ્ડિંગ યુઝ પરમિશન મેળવી ન હોય તેવા કિસ્સામાં ૧૨ ટકાના દરે જીએસટી લાગે છે. મોટાભાગના કિસ્સામાં પ્રોજેક્ટ ડેવલપિંગ સ્ટેજમાં હોય ત્યારે જ તેને બીયુ મળેલી હોતી નથી. પ્રોજેક્ટ ડેવલપિંગ સ્ટેજમાં હોય ત્યારે તેની કિંમત રેડીપઝેશનની મિલકત કરતાં થોડી ઓછી પણ હોય છે. આ એડવાન્ટેજ જીએસટીને કારણે ધોવાઈ જાય છે. રેડી પઝેશનના ફ્લેટ લેવા જાય તો તે ફ્લેટની કિંમત ખાસ્સી ઊંચી થઈ જાય છે અને પૈસા ચૂકવવા માટ ખરીદનારને જોઈતો સમય પણ મળતો નથી. તેણે ટૂંકા ગાળામાં સંપૂર્ણ ચૂકવણું કરવું પડે છે. જ્યારે ડેવપિંગ સ્ટેજમાં ફ્લેટ બુક કરાવે તો તેના પેમેન્ટ કરવા માટે દોઢથી બે વર્ષનો સમય મળે છે. આ સમયમાં મિલકત ખરીદનાર આમઆદમી કિંમતની ચૂકવણી માટેના આયોજન પણ કરી શકે છે. જ્યારે રેડીપઝેશનમાં તેમને પૂરતો સમય મળતો નથી. મિલકતના બજારના નિષ્ણાતોનું કહેવું છે કે આ પરિસ્થિતિમાં આમઆદમીને ટેક્સના બોજ હેઠળ પીસાતો અટકાવવા માટે સરકારે ડેવલપર કે બિલ્ડર જેટલો જીએસટી જમા કરાવે એટલે કે રો મટિરિયલ ખરીદવા માટે તેણે જેટલો જીએસટી ચૂકવવો પડયો હોય તેટલો જ જીએસટી તેને સંપૂર્ણ પ્રોજેક્ટ હેઠળ તૈયાર કરેલી પ્રોપ્રટીના વેચાણ પર વસૂલવાની છૂટ આપવી જોઈએ. તેમ કરવામાં આવશે તો જ મિલકતો સસ્તી રહેશે. અન્યથા આમ આદમી મિલકત પરના જીએસટીના બોજ હેઠળ કચડાઈ જશે. પોતાનું ઘર પણ ખરીદી શકશે નહિ. સર્વિસ ટેક્સની સિસ્ટમમાં નવું ઘર ખરીદનારાને અંદાજે ૩.૦૯ ટકા જેટલો જ સર્વિસ ટેક્સ ચૂકવવો પડતો હતો. તેથી તેને રૃા. ૫૦ લાખનો ફ્લેટ હોય તો પણ અંદાજે રૃા. ૧.૫૫ લાખની આસપાસ જ સર્વિસ ટેક્સનો બોજ આવતો હતો. હવે રૃા. ૫૦ લાખના ફ્લેટ પર રૃા. ૬ લાખના જીએસટીનો બોજ આવે છે. તેમ જ રૃા. ૨.૫૦ લાખની સ્ટેમ્પ ડયૂટી અને રૃા. ૫૦,૦૦૦નો રજિસ્ટ્રેશન ફીનો ખર્ચબોજ વેંઢારવો પડી રહ્યો છે. કેટલાક બિલ્ડરો કહે છે કે નવા પ્રોજેક્ટમાં ૧૨ ટકા જીએસટી લાગુ પડે છે તેમાં ખાસ્સી રકમ એટલે કે અંદાજે રૃા. ૨.૪૦માંથી રૃા. ૨ લાખ જેટલી રકમ બિલ્ડરને ઇનપુટ ટેક્સ ક્રેડિટ તરીકે મળી જાય છે. તેથી સરકાર બિલ્ડરોને માત્ર રૃા. ૪૦ હજાર જ આખરી કસ્ટમર પાસેથી વસૂલ કરવા સમજાવી રહી છે. પરંતુ આ દિશામાં કોઈ નક્કર આયોજન થયું નથી.