સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: શનિવાર, 20 એપ્રિલ 2019 (14:17 IST)

કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ રાહુલ ગાંધીને ગલુડિયા સાથે સરખાવ્યા

તમામ પક્ષના નેતાઓ પ્રચારમાં અન્ય પક્ષનાં નેતાઓ વિરુદ્ધ બોલતા હોય છે. જેમાં ક્યારેક નેતાઓ ભાન ભૂલતા ન બોલવાનાં શબ્દોનો પણ પ્રયોગ કરી લેતા હોય છે. આજે નર્મદામાં ભાજપનાં કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ રાહુલ ગાંધી પર  વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. ગણપત વસાવાએ જાહેર સભાને સંબોધતા કહ્યું કે, ' જ્યારે નરેન્દ્ર મોદી ખુરશીમાંથી ઉભા થાય તો સિંહ જેવા લાગે છે. અને જ્યારે રાહુલ ગાંધી ખુરશીમાંથી ઉભા થાય તો પૂંછડી પટપટાવતા ગલુડિયા જેવા લાગે છે. તેને પાકિસ્તાન એક રોટલી નાંખી દે તો ભી ચાલી જાય અને ચીનવાળા એક રોટલી આપી દે તો પણ ચાલી જાય.'

આ પહેલા પણ ગણપત વસાવાએ રાહુલ ગાંધીને ઝેર પીવાનું કહેતા વિવાદ સર્જાયો હતો. બારડોલીના બાબેન ગામમાં ભાજપનો વિજય સંકલ્પ કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગણપત વસાવા સહિતના નેતાઓ ઉપસ્થિતિ હતા. તે સમયે કાર્યક્રમને સંબોધતા મંત્રી ગણપત વસાવાએ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું હતું કે, જો રાહુલ ગાંધી એમ કહેતા હોય કે તેઓ સાક્ષાત શિવજીના અવતાર છે. ત્યારે શિવજી તો લોકોના દુઃખ દૂર કરવા માટે ઝેર પીતા હતા. ત્યારે તમારા નેતાને પણ 500 ગ્રામ ઝેર પીવડાવો, જો બચી જાય તો અમે માનીશું કે તેઓ સાક્ષાત શિવજીના અવતાર છે.