સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: સોમવાર, 8 એપ્રિલ 2019 (14:13 IST)

દરેક ખેડૂત માટે બીજેપીએ ખોલ્યો ખજાનો, 6000ની ભેટ અને પેંશન પણ

લોકસભા ચૂંટણી 2019 માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ચૂંટણી ઢંઢેરો રજુ કર્યો છે. બીજેપીએ આ ઘોષણા પત્રમાં ખેડૂતો માટે અનેક લોભામણા વચન આપ્યા છે.  આ ઘોષણા પત્રમાં દરેક ખેડૂતને વાર્ષિક 6 હજાર રૂપિયાની એક ચોક્કસ રકમ આપવાની વાત કરવામાં આવી છે. આ ઉપરાંત ખેડૂતો માટે પેંશન યોજનાની શરૂઆત કરવાનુ પણ વચન આપ્યુ છે. આવો જાણીએ બીજેપીના મેજીક બોક્સમાં ખેડૂતો માટે શુ છે. 
 
બીજેપીના ઘોષણાપત્ર મુજબ પ્રધાનમંત્રી ખેડૂત સન્માન નિધિ યોજના હેઠળ દેશના દરેક ખેડૂતોને એક ચોક્કસ રકમ આપવામાં આવશે. વર્તમાનમાં 2 હેક્ટેયર સુધી જમીનવાળા ખેડૂતો માટે વાર્ષિક 6 હજાર રૂપિયા આપવામાં આવી રહ્યા છે. આ યોજનાનુ એલાન 1 ફેબ્રુઆરીના રોજ અંતરિમ બજેટમાં થયુ. જો કે આ યોજનાને ડિસેમ્બર 2018થી લ આગૂ કરવામાં આવી છે. 
 
આ ઉપરાંત ઘોષણાપત્રમાં દેશના બધા નાના અને સીમાંત ખેડૂતો માટે પેંશન યોજના શરૂ કરવાનો પ્રસ્તાવ છે. આ માટે 60 વર્ષની વય પછી ખેડૂતોની સામાજીક સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે.  બીજેપીના ઘોષણા પત્રમાં દરેક ખેતી ક્ષેત્રની ઉત્પાદકતા વધારવા માટે 25 લાખ કરોડ રૂપિયાનુ રોકાણ કરવાની યોજના છે. 
 
ઘોષણા પત્રમાં બતાવ્યુ છે કે 1 થી 5 વર્ષ સુધી માટે કોઈપણ વ્યાજ વગર કિસન ક્રેડિટ કાર્ડ લોન આપવામાં આવશે.  લોનની રકમ 1 લાખ રૂપિયા સુધીની રહેશે.  ઘોષણાપત્રમાં બતાવ્યુ છે કે પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં ખેડૂતોને સ્વૈચ્છિક રજિસ્ટ્રેશનની જોગવાઈ થશે. 
 
આ ઉપરાંત ખેડૂત નિકાસમાં કમી લાવવા અને અનુમાન યોગ્ય ખેતી નિકાસ અને આયાત નીતિ બનાવવાની દિશામાં કામ કરવાની યોજના છે. તેમા ખેતી ઉત્પાદોના નિકાસને વધારવા માટે અને આયાતને ઓછી કરવાની વ્યવસ્થા થશે.   બીજેપી તરફથી ખેડૂતોને ગુણવત્તાપૂર્ણ બીજનો વાયદો પણ કરવામાં આવ્યો છે.