બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 5 નવેમ્બર 2018 (12:14 IST)

ACBએ હિંમતનગર નગરપાલિકાના ચીફ ઓફિસર અને એન્જિનિયરને રંગેહાથે લાંચ લેતા ઝડપ્યા

હિંમતનગર નગરપાલિકામાં ચીફ ઓફિસર તથા એન્જિનિયરને એસીબીની લાંચ લેતા પકડી પાડ્યા હતા. આ અંગે એસીબીએ ચીફ ઓફિસરને પોતાની ગાડીમાંથી લાંચના રૂ. 2.46 લાખ સ્વીકારતા ઝડપી લીધા હતા. જ્યારે સિટી એન્જિનિયરને તેમના ઘરે લાંચના રૂ. 1. 23 લાખ સ્વીકારતા રંગે હાથ પકડી પાડ્યા હતા.હિંમતનગર નગરપાલિકા દ્વારા હયાત ડો. નલિનકાંત ગાંધી ટાઉન હોલનું રિનોવેશન તેમજ એપગ્રેડેશન કરવાનું ટેન્ડર વર્ષ 2017 ઓનલાઇન ભર્યા બાદ હરા સ્ટ્રક્ચર્સને કોન્ટ્રક્ટ મળ્યો હતોજેમાં કામ બાદ આ કંપનીનું રૂ. 4.38 કરોડનું બિલ થયું હતું. જે પાસ કરાવવા માટે સાબરકાંઠા હિંમતનગર નગરપાલિકાના ચીફ ઓફિસર આશિષકુમાર દરજીએ ફરિયાદી પાસેથી બિલ પાસ કરવા 2.46 લાખની લાંચ માંગી હતી. જ્યારે સિટી એન્જિયિર જિજ્ઞેશ ગોરે રૂ. 1.23 લાખની લાંચ માંગી હતી. આ અંગે એસીબીએ ટ્રેપ ગોઠવી ચીફ ઓફિસરને નિરમા યુનિવર્સિટી પાસે ગાડીમાંથી, જ્યારે સિટી એન્જિનિયરને તેના થલતેજ સ્થિત ઘરેથી ઝડપી પાડ્યો હતો.