બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 25 મે 2019 (16:42 IST)

કોગ્રેસે કહ્યુ - રાહુલ રાજીનામુ આપવા માંગતા હતા પણ સીડબલ્યુસી એ તેમની રજુઆતને નામંજૂર કરી

લોકસભા ચૂંટણીમાં હારની સમીક્ષા માટે કરવામાં આવેલ કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદ છોડવાની રજૂઆત કરી. સીડબલ્યુસીએ રાહુલની આ રજુઆત નામંજૂર કરી દીધી.  સીડબલ્યુસીના સભ્યોએ કહ્યુ કે પાર્ટીને રાહુલના માર્ગદર્શન અને નેતૃત્વની જરૂર છે. કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક દરમિયાન પણ રાહુલના રાજીનામાની રજુઆત ના સમાચાર આવ્યા હતા. પણ ત્યારે પાર્ટીએ તેનાથી ઈનકાર કરવામાં આવ્યો હતો 
 
કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાના કહેવા પ્રમાણે, 'હજુ કૉંગ્રેસ વર્કિગ કમિટીની બેઠક ચાલી રહી છે અને તેમના દ્વારા રાજીનામાના અહેવાલ ખોટાં છે.'
 
બેઠકમાં રાહુલ ગાંધીનાં માતા સોનિયા ગાંધી, બહેન પ્રિયંકા ગાંધી તથા પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંઘ સહિતનાં સભ્યો હાજર રહ્યાં હતાં.
 
આ પહેલાં ઉત્તર પ્રદેશ, ઓડિશા તથા કર્ણાટકના પ્રદેશાધ્યક્ષોએ રાજીનામાં મોકલી આપ્યાં છે.
 
ત્રણ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષોએ રાજીનામુ સોપ્યુ   આ દરમિયાન સૂત્રોના જણાવ્યા મુજબ કર્ણાટક, ઉત્તરપ્રદેશ અને ઓડિશામાં કોંગ્રેસ અધ્યક્ષોએ હારની જવાબદારીને લેતા રાજીનામુ આપી દીધુ છે. 
 
લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસે તેનું પ્રદર્શન ગત વખતની (44 બેઠક) સરખામણીએ સુધાર્યું છે અને 52 બેઠક ઉપર વિજય મેળવ્યો છે. જોકે, લોકસભામાં વિપક્ષના નેતાનું પદ હાથવેંતનું છેટું રહી ગયું છે.
એવુ માનવામાં આવી રહ્યુ છેકે બેઠકમાં પાર્ટીને લોકસભા ચૂંટણીમાં મળેલી હ અર પર ચર્ચા થઈ. ખાસ કરીને મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં જ્યા પાર્ટીએ પાંચ મહિના પહેલા જ વિધાનસભા ચૂંટણી જીતી હતી. આ ઉપરાંત કર્ણાટક ચૂંટણીમાં થયેલ હાર પર પણ મંથન થયુ. અહી કોંગ્રેસ સત્તામાં હતી પણ આ વખતે ભાજપાએ 28માંથી 25 સીટો પર જીત નોંધાવી. કોંગ્રેસને ફક્ત એક સીટ પર સંતોષ કરવો પડ્યો.