રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 13 જાન્યુઆરી 2023 (14:56 IST)

ગ્લોબલ મંદી વચ્ચે દુનિયાને સાચવી શકે છે ભારત, IMFએ પીએમ મોદી પર બતાવ્યો વિશ્વાસ

KristalinaGeorgieva s
IMF Trusts India's G20 Leadership Amid Global Recession: શ્રીલંકા પછી બરબાદીના રસ્તે પહોચેલા પાક્સિતાન સહિત આર્થિક મંદીની મારનો સામનો કરી રહેલા વિશ્વના તમામ દેશોમાં નિરાશા અને અંધકાર છવાય ગયો છે.  ગ્લોબલ મંદીમાંથી બહાર આવવાનો કોઈ રસ્તો કોઈને સમજાય રહ્યો નથી.  એશિયાથી યુરોપ, અમેરિકા અને આફ્રિકા સુધી મંદીનો માર છે. મોંઘવારીથી લોકો ત્રસ્ત છે. આવા મુશ્કેલ સમયમાં સમગ્ર વિશ્વને ભારત પાસેથી ઘણી આશાઓ છે. જે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પાકિસ્તાનને લોન ન ચૂકવવાની ક્ષમતાને સમજીને એક પૈસો પણ આપવા તૈયાર નથી, તે જ IMF ભારતને દુનિયાની આશા બતાવી રહ્યું છે. આઈએમએફએ ને ભારતના G-20 નેતૃત્વમાં સંપૂર્ણ વિશ્વાસ છે કે તે વિશ્વના અન્ય દેશોને પણ સંભાળી શકે છે.
 
આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ (આઈએમએફ)ની પ્રબંધ નિદેશક ક્રિસ્ટલિના જૉર્જીવાએ કહ્યુ છે કે દુનિયામાં સતત આર્થિક સુસ્તી અને સામાજીક તનાવની સ્થિતિ બની રહેવા વચ્ચે આંતરરાષ્ટ્રીય સમુહને જી-20 સમૂહમાં ભારતના નેતૃત્વ (પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી) પર ખૂબ વિશ્વાસ છે. જૉર્જીવાએ ગુરૂવારે કહ્યુ કે જી20 સમૂહના અધ્યક્ષ ભારત વૈશ્વિક સરેરાશથી અનેક ઘણુ સારુ પ્રદર્શન કરનારા દેશોમાંથી એક બનેલો છે. ભારતે ગત એક ડિસેમ્બરના રોજ ઔપચારિક રૂપે જી20 સમૂહની અધ્યક્ષતા સાચવી હતી. જૉર્જીવાએ કહ્યુ કે અમે જી20ના અધ્યક્ષના રૂપમાં ભારતના નેતૃત્વ પર વિશ્વાસ કરીએ છીએ. કારણ કે આ દુનિયા માટે એકીકૃત વૈશ્વિક અર્થવ્યવસ્થાનું રક્ષણ કરીને તેની સુખાકારી જાળવવાનો આ નિર્ણાયક સમય છે. 
 
ભારત દુનિયાને આપશે દિશા 
 
આઈએમએફે આશા બતાવી છે કે ભારત આ મુશ્કેલ સમયમાં દુનિયા માટે આશાની કિરણ સાબિત થશે. આઈએમએફએ કહ્યુ કે આપણે એક સાથે કાયમ રહેતા આશા કરી કે ભારત વ્યાપક વૈશ્વિક સેવા કરી શકશે. તેમણે ડિજિટલીકરણની દિશામાં ભારતીય પ્રયાસોની પ્રશંસા કરતા કહ્યુ કે ભારત માટે આ ખૂબ સારી રીતે કામ કરી રહ્યુ છે કે તેણે કોવિડ-19 મહામારીથી ઝડપી બનેલા ડિજિટલીકરણને કેવી રીતે અંજામ આપ્યો છે. ડિજિટાઇઝેશન જાહેર નીતિ અને ખાનગી ક્ષેત્રના વિકાસ બંને માટે મજબૂત તુલનાત્મક લાભનો એક મુદ્દો સાબિત થયો છે. ડિજિટલ ઓળખ અને ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સંયોજને ભારતને ડિજિટલ પ્લેટફોર્મ પર પોલિસી સપોર્ટ શિફ્ટ કરવામાં સક્ષમ બનાવ્યું છે. તેમણે કહ્યું. "આનાથી ભારત એવા લોકોને સારી રીતે નિશાન બનાવી શકે છે જેઓ સમર્થન મેળવવાને હકદાર છે," 
  
ભારતના અસરદાર ટીકાકરણ અને ડિજિટલીકરણના કર્યા વખાણ 
 
આઈએમએફે પ્રાથમિકતાના આધાર પર અને ખૂબ જ અસરદાર ઢંગથી ટીકાકરણ કરવા માટે પણ ભારતના પુષ્કળ વખાણ કર્યા છે. આઈએમએફના મુજબ ખાનગી ક્ષેત્રમાતે પણ ભારતમાં ડિજિટલીકરણનુ અભિયાન ખૂબ જ મદદગાર સાબિત થયુ છે. તેમણે કહ્યુ, "આ બ્રાંડેડ નાણાકીયપોષણ અને ઉદ્યમોના ખૂબ જ ઝડપથી વિસ્તાર માટે એક ઉર્વર જમીન બની ગયુ છે. ભારત તુલનાત્મક તાકત બનાવવા માટે તેને જી-20 સુધી એક ક્ષેત્રના રૂપમાં લઈ જવાના ઈરાદો ધરાવે છે. આઈએમએફ પ્રમુખે કહ્યુ કે સાર્વજનિક મંચ પર ડિજિટલીકરણનુ નિર્માણ કરવુ, સાર્વજનિક ડિજિટલીકરણના રોકાણને ઓછુ કરનારા સાર્વજનિક માળખા ઉભા કરવા અને વૃદ્ધિ અને રોજગારના એક સ્ત્રોતના રૂપમાં તેના ઉપયોગની રીત ચિહ્નિત કરવી જી20ની પ્રાથમિકતાઓમાં સામેલ છે. 
 
આઈએમએફે કહ્યુ કે શ્રીલંકા અને પાકિસ્તાન બરબાદ અને ભારત આબાદ 
 
આઈએમએફે કહ્યુ કે ભારતે કેટલાક કષ્ટસાધ્ય સુધારા કર્યા છે જેનો હવે તેને ફાયદો મળી રહ્યો છે. આજના સમયમાં ભારતના ઘરેલુ કારકોથી વધુ ચિંતા બાકી દુનિયામાં થઈ રહેલી ઘટનાઓની છે.  જૉર્જીવાએ કહ્યુ, "ભારત નિશ્ચિત રૂપથી એશિયામાં થઈ રહેલ ઘટનાઓથી પ્રભાવિત થાય છે. તેના પડોશી દેશ શ્રીલંકા અને પાકિસ્તાન અસ્થિર બનેલા છે. ચીનનુ પણ એટલા નાટકીય રૂપથી ધીમુ થઈ જવુ સમગ્ર એશિયાને પ્રભાવિત કરી રહ્યુ છે. તેમ છતા ભારતનુ મજબૂત હોવુ દુનિયા માટે મોટી રાહતની વાત છે.