મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 26 જૂન 2019 (11:45 IST)

ચંદ્રબાબૂ નાયડૂના જનતા દરબાર પર ચાલ્યુ JCB, 8 કરોડનો બંગલો થયો ધ્વસ્ત

આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ અમરાવતી સ્થિત રહેઠાણ પ્રજા વેદિકાને મોડી રાત્રે તોડવામાં આવ્યુ છે. ચંદ્રબાબૂ નાયડુ વિજયવાડાના ગન્નાવરમ એયરપોર્ટ પર પહોંચ્યા છે. એયરપોર્ટ પર ટીડીપીના કાર્યકર્તા મોટી સંખ્યામાં પહોંચ્યા. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી મોહન રેડ્ડીએ પ્રજા વેદિકા બિલ્ડિંગ તોડવાનો આદેશ આપ્યો જેના વિરોધમાં અહી મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા છે. 
 
મુખ્યમંત્રી વાઈએસ જગનમોહન રેડ્ડીએ ‘પ્રજા વેદિકા’ને તોડવાનો આદેશ આપ્યો હતો. તેના પર પ્રશાસને મંગળવાર રાતે જ કાર્યવાહી શરૂ કરી દીધી છે. બુધવારે પણ બિલ્ડિંગ તોડવાનું કામ ચાલી રહ્યું છે. આ પહેલા ચંદ્રબાબુ નાયડુએ ‘પ્રજા વેદિકા’ને વિપક્ષના નેતાનું સરકારી આવાસ જાહેર કરવાની માંગણી કરી હતી પરંતુ સીએમ જગનમોહન રેડ્ડીએ આ માંગણીને ઠુકરાવી દીધી હતી. પ્રજા વેદિકાનું નિર્માણ સરકારે આંધ્રપ્રદેશ રાજધાની ક્ષેત્ર વિકાસ પ્રાધિકરણ (એપીસીઆરડીએ) દ્વારા તત્કાલીન મુખ્યમંત્રી આવાસ તરીકે બનાવ્યું હતું. પાંચ કરોડ રૂપિયામાં બનેલા આ ઘરનો ઉપયોગ નાયડુ સત્તાવાર કામની સાથો સાથ પાર્ટીની બેઠકો માટે કરતા હતા.
 
સીએમ જગન મોહન રેડ્ડીની બિલ્ડિંગ તોડવાના આદેશ બાદ વિપક્ષે કેટલાંય આરોપ મૂકયા. ટીડીપી નેતા અને વિધાન પરિષદના સભ્ય અશોક બાબુ એ કહ્યું હતું કે સરકારી કર્મચારીઓએ નાયડુનો ખાનગી સામાન બહાર ફેંકી દીધો. તેમણે આરોપ મૂકયો કે પરિસરને કબ્જામાં લેવા માટે સરકારના નિર્ણય અંગે પાર્ટીને જણાવ્યું સુદ્ધા નહોતું.