રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 8 જૂન 2021 (12:51 IST)

B.1.1.28.2 : કોરોનાનુ નવુ વેરિયંટ આપે છે ગંભીર બીમારી, પણ Covaxin કરી શકે છે તેનુ કામ તમામ

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજી (NIV) એ કોવિડ-19 નો નવો વેરિઅંટ B.1.1.28.2 ને શોધ્યો છે. આ વેરિઅંટ યુનાઇટેડ કિંગડમ અને બ્રાઝિલથી ભારત આવેલા લોકોમાં જોવા મળ્યો છે. નવો વેરિઅંટ સંક્રમિત લોકોમાં ગંભીર લક્ષણો પેદા કરી શકે છે.  NIVની પેથોજેનિસિટીની તપાસ કરીને બતાવ્યુ છે કે નવો વેરિએંટ ગંભીર રૂપે બીમાર કરે છે. અભ્યાસમાં વેરિએન્ટ  વિરુદ્ધ વેક્સીન અસરકારક છે કે નહી, આ માટે સ્ક્રીનિંગની જરૂર બતાવી છે. 
 
NIV ના એક સ્ટડી મુજબ ઓનલાઈન bioRxiv માં છાપ્યુ છે. જો કે  NIV પુણેની એક વધુ સ્ટડી કહે છે કે Covaxin આ વેરિએંટના વિરુદ્ધ કારગર છે.  સ્ટડી મુજબ વેક્સીનના બે ડોઝથી જે એંટીબોડીઝ બને છે, તે આ વેરિએંટન એ ન્યૂટ્રલાઈઝ કરવામાં સક્ષમ છે. 
 
ઉંદરોના ફેફ્સા પર કરી ખૂબ ગંભીર અસર 
 
સ્ટડી મુજબ B.1.1.28.2  વેરિએન્ટમાં સંક્રમિત સીરિયાઈ ઉંદરો પર અનેક પ્રતિકૂળ પ્રભાવ બતાવ્યા છે. તેમાં વજન ઘટાડવું, શ્વસનતંત્રમાં વાયરસની કૉપી બનાવવી, ફેફસામાં જખમ અને તેમાં ભારે નુકસાન જોવા મળ્યુ. સ્ટડીમાં SARS-CoV-2ના જીનોમ સર્વિલાંસની જરૂરિયાત પર જોર આપવામાં આવ્યુ જેથી ઈમ્યુન સિસ્ટમથી બચી નીકળનારા વેરિએંટ્સને લઈને તૈયારી કરી શકાય. 
 
જીનોમ સિક્વન્સીંગ લેબ્સ એવા મ્યુટન્ટ્સને શોધી રહી છે જે બીમારીના સંક્રમણમાં વધુ યોગદાન આપી રહ્યા છે. હાલ  INSACOG (Indian SARS-CoV-2 Genome Sequencing Consortia) ના હેઠળ 10 રાષ્ટ્રીય લૈબ્સ એ લગભગ 30,000 સૈમ્પલ્સ સીક્વેંસ કર્યા છે.  સરકાર જીનોમ સીક્વેંસિંગને પ્રોત્સાહન આપવા માંગે છે અને કંસોર્ટિયમમાં 18 અન્ય લૈબ્સ તાજેતરમાં જ જોડવામાં આવી છે. 
 
કોરોનાની બીજી લહેરની પાછળ ડેલ્ટા વેરિએંટ 
 
થોડા દિવસ INSACOG  અને નેશનલ સેંટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) ના વૈજ્ઞાનિકોની રિસર્ચમાં સામે આવ્યુ હત કે બીજી લહેરની પાછળ સૌથી મોટુ કારણ ડેલ્ટા વેરિએંટ (B.1.617)છે. ડેલ્ટા વેરિએંટ પહેલા મળેલા અલ્ફા વેરિએંટ  (B.1.1.7) કરતા 50% વધુ સંક્રામક છે. ડેલ્ટા વેરિએંટ બધા રાજ્યોમાં મળ્યો છે પણ તેને સૌથી વધુ દિલ્હી, આંધ્ર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાના અને ઓડિશામાં લોકોને સંક્રમિત કર્યા.